Cricket/ રવિન્દ્ર જાડેજા ઈગ્લેન્ડ વિરુદ્ધની પૂરી ટેસ્ટ સિરીઝમાંથી બહાર

ઓસ્ટ્રેલિયાને તેના ઘરે 2-1 થી હરાવ્યા બાદ ટૂંક સમયમાં ભારત ઘરે આવી રહેલી ઇંગ્લેન્ડની ટીમને પાઠ ભણાવવાની તૈયારી કરશે

Sports

ઓસ્ટ્રેલિયાને તેના ઘરે 2-1 થી હરાવ્યા બાદ ટૂંક સમયમાં ભારત ઘરે આવી રહેલી ઇંગ્લેન્ડની ટીમને પાઠ ભણાવવાની તૈયારી કરશે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ બે ટેસ્ટ માટે ભારતીય ટીમની ઘોષણા કરવામાં આવી છે, પરંતુ રવિન્દ્ર જાડેજાને બાકીની બે ટેસ્ટમાં ઈજાનાં કારણે આઉટ કરી દેવામાં આવ્યો છે.

જણાવી દઇએ કે, હવે રવિન્દ્ર જાડેજા ઇંગ્લેન્ડ સામેની પૂરી ટેસ્ટ શ્રેણી રમી શકશે નહીં. આપને જણાવી દઇએ  કે, શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઈમાં રમાશે. ઓસ્ટ્રેલિયામાં રવિન્દ્ર જાડેજા ઈજાનાં કારણે મધ્ય શ્રેણીમાંથી ભારત પરત ફર્યો હતો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ, પાંચ ટી-20 અને ત્રણ વનડે મેચ રમાશે. સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાને બેટિંગ દરમિયાન તેના ડાબા હાથમાં મિશેલ સ્ટાર્કનો બોલ વાગ્યો હતો. ઇજાનાં કારણે જાડેજાનાં ડાબા હાથનો અંગૂઠો તૂટી ગયો હતો અને તે આગળ મેચમાં ભાગ લઈ શક્યો ન હતો. પરંતુ આ સ્થિતિ હોવા છતા, ટીમ રહાણે શ્રેણી 2-1 થી જીતવામાં સફળ રહી. જાડેજા ગાબા ટેસ્ટમાં રમ્યો ન હતો અને હવે તે ઈંગ્લેન્ડ સામેની પૂરી ટેસ્ટ શ્રેણીમાં કોઈ પણ મેચનો ભાગ બની શકશે નહીં. જાડેજાને ઈજામાંથી બહાર આવવામાં છ અઠવાડિયા જેટલો સમય લાગશે.

જાડેજાનું ઓસ્ટ્રેલિયામાં અંગૂઠાનું ઓપરેશન થયુ હતું, પરંતુ હવે સમાચાર છે કે આ ઓલરાઉન્ડરને ઈજામાંથી ઠીક થવા માટે ઓછામાં ઓછા છ અઠવાડિયાનો સમય લાગશે. તે પછી પણ તેઓએ પુનર્વસન કાર્યક્રમમાંથી પસાર થવું પડશે અને પ્રેક્ટિસ મેચ પણ રમવી પડશે. બીસીસીઆઈ અધિકારીની એક અખબાર સાથેની વાતચીત મુજબ, હજુ તેને લઇને કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી કે આ ઇંગ્લેન્ડ સામેની ટી-20 અથવા વનડે સિરીઝમાં વાપસી કરશે કે નહી. આ વિશે બાદમાં નિર્ણય લેવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો