Cricket/ Live મેચમાં મેદાનમાં આવી ગયો કૂકડો, બિંદાસ્ત અંદાજમાં ચાલતો જોવા મળ્યો, Video

તમે Live મેચમાં ઘણીવાર કોઇ એવી ઘટના બનતા જોઇ હશે જેને જોયા બાદ તમે તમારી હસીને રોકી નથી શકતા. આવો જ એક નજારો તાજેતરમાં ક્રિકેટનાં મેદાનમાં જોવા મળ્યો હતો.

Sports
Live

તમે Live મેચમાં ઘણીવાર કોઇ એવી ઘટના બનતા જોઇ હશે જેને જોયા બાદ તમે તમારી હસીને રોકી નથી શકતા. આવો જ એક નજારો તાજેતરમાં ક્રિકેટનાં મેદાનમાં જોવા મળ્યો હતો. જણાવી દઇએ કે, આવું જ દ્રશ્ય કેરેબિયન પ્રીમિયર લીગ 2021 ની એક મેચમાં જોવા મળ્યું હતું, જ્યારે બિન-આમંત્રિત મહેમાન અચાનક મેદાનમાં પ્રવેશ્યું હતુ અને કેમેરામાં કેદ થયુ હતુ.

આ પણ વાંચો – Cricket / ક્રિકેટ જગતનો એક એવો ખેલાડી જેણે 40 હજાર રન અને 4 હજાર વિકેટ ઝડપી

ક્રિકેટ એક એવી રમત છે જ્યાં ઘણીવાર અલગ-અલગ ઘટનાઓ બને છે, જે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. મેચ દરમિયાન ઘણી વખત, તમે દર્શકોને ખેલાડીઓમાં પ્રવેશતા અને જતા જોયા હશે, પરંતુ કેરેબિયન પ્રીમિયર લીગ ટી-20 (CPL) ટૂર્નામેન્ટની એક મેચ દરમિયાન, ક્રિકેટ પ્રેમી નહીં, પણ એક કૂકડો મેદાનમાં દોડી આવ્યો હતો. જણાવી દઇએ કે, સીઝનની 8 મી મેચ સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિઅટ્સ અને ગુયાના એમેઝોન વોરિયર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ દરમિયાન એક કૂકડો મેદાન પર આવ્યો હતો. જ્યારે કેમેરામેને કૂકડો જોયો ત્યારે તેને મોટા પડદા પર બતાવવામાં આવ્યો, જેને જોઈને પ્રેક્ષકો પણ હસવા લાગ્યા હતા. 10 મી ઓવર બાદ કૂકડાએ મેદાનમાં પ્રવેશ કર્યો હતો. લાંબા સમય સુધી કૂકડો મેદાનમાં ફરતો રહ્યો અને દર્શકો તેનો આનંદ માંણતા રહ્યા. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો CPL એ જ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. વળી, પ્રેક્ષકોએ જાર્વો 69 ને પણ યાદ કર્યો, જે ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ દરમિયાન અચાનક મેદાનમાં પ્રવેશ કરી રહ્યો હતો.

https://twitter.com/CPL/status/1432096701209268231?s=20

આ પણ વાંચો – મહાસંગ્રામ / IPL નો બીજો તબક્કો શરૂ થાય તે પહેલા RR ને લાગ્યો ઝાંટકો, આ ખેલાડી થઇ શકે છે બહાર

મેચની વાત કરીએ તો સેન્ટ કિટ્સે 6 વિકેટે મેચ જીતી લીધી હતી. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુયાના વોરિયર્સે મોહમ્મદ હાફીઝનાં 70 રન સાથે 20 ઓવરમાં 3 વિકેટે 166 રન બનાવ્યા હતા. હેટમાયરે પણ 52 રન બનાવ્યા હતા. જોકે, ગુયાનાની ટીમ લક્ષ્યનો બચાવ કરવામાં નિષ્ફળ રહી હતી. સેન્ટ કિટ્સે 19.2 ઓવરમાં લક્ષ્યાંકનો પીછો કરતા 4 વિકેટ ગુમાવીને લક્ષ્યને મેળવી લીધુ હતુ. સેન્ટ કિટ્સનાં શેરફાન રધરફોર્ડે 34 બોલમાં 59 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન બ્રાવોએ 22 રન બનાવ્યા હતા.