રિપબ્લિક ટીવીના એડિટર એન ચીફ અર્નબ ગોસ્વામી અને BARCના પૂર્વ અધિકારીની લીક થયેલી ચેટ મામલે રાજકારણમાં આરોપ – પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. દેશની મોટા ભાગની વિપક્ષી પાર્ટીઓ મોદી સરકાર પર હુમલો બોલી રહી છે, ત્યારે હવે પૂર્વ મુખ્યમંત્રી અને દેશના પૂર્વ કેબિનેટ મંત્રી શંકરસિંહ વાઘેલાએ આ મામલે એક પત્રકાર પરિષદ યોજી હતી.
આ પત્રકાર પરિષદમાં શંકરસિંહ વાઘેલાએ અર્ણબના મેસેજને આધારે પ્રધાનમંત્રી પર ઘણા ગંભીર સવાલો કર્યા હતા. સાથે સાથે તેઓએ પુલવામા હુમલા પર અર્ણબ જે રીતે ખુશી મનાવતા TRP ની જીત બતાવે છે એને સૈનિકોનું અપમાન ગણાવ્યું છે.
ભાજપ પર હુમલો કરતા તેઓએ કહ્યું કે, પુલવામા અને બાલાકોટ મામલે જેમ અર્ણબ પ્રધાનમંત્રી મોદીના પ્રચારના આદેશનું પાલન કરે છે અને આ ચૂંટણી સ્ટંટ છે એવી વાતો થાય છે તે સાબિત કરે છે કે ભાજપે ષડયંત્ર કરીને આપણા 40 સૈનિકો ને 300 કિલો RDX થી શહીદ કરી નાખ્યા.
બીજી તરફ શંકરસિંહ બાપુએ આ મામલે પ્રધાનમંત્રી અને અર્ણબ પર ઑફિશિયલ સિક્રેટ એકટ અને દેશદ્રોહ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે અને પ્રધાનમંત્રી ને કહ્યું છે કે જો તેમનામાં જરા પણ શરમ બચી હોઈ તો 26 જાન્યુઆરી એ દેશની જનતાની માફી માંગી પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
