- બનાસકાંઠા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ધરણાં
- ભાભરમાં અસામાજિક તત્વોના આતંક સામે ધરણાં
- સ્થાનિક ગ્રામજનો 100થી વધુ લોકો જોડાયા
- હુમલાખોરે કર્યો રત્નકલાકારો પર હુમલો
- હુમલો કરનાર હુમલાખોરોને પકડવા માંગ
- જ્યાં સુધી નહીં પકડે ત્યા સુધી ગેનીબેન કરશે ધરણાં
- ભાભર પોલીસ સ્ટેશન આગળ જ ધરણાં પર બેઠા
બનાસકાંઠાનાં ભાભરમાં અસામાજિક તત્વોનો આંતક દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે આ આતંકનાં વિરોધમાં બનાસકાંઠાનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ધરણા પર બેસી ગયા છે. જણાવી દઇએ કે, 100 થી વધુ સ્થાનિક ગ્રામજનો આ ધરણામાં જોડાયા છે.
આપને જણાવી દઇએ કે, ગેનીબેન ઠાકોર ભાભર પોલીસ સ્ટેશન આગળ જ ધરણા પર બેસી ગયા છે. મળી રહેલી માહિતી અનુસાર, આ પહેલા રત્નકલાકારો પર અસામાજીક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઇને બનાસકાંઠાનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે હવે નિર્ણય લીધો છે કે જ્યા સુધી આ હુમલાખોરને પકડી લેવામાં નહી આવે ત્યા સુધી તેઓ ધરણા પ્રદર્શન યથાવત રાખશે.
કૃષિ આંદોલન / ખેડૂતોને શરતો સાથે ટ્રેક્ટર રેલીની મળી પરવાનગી
Ahmedabad: સરખેજનો ટપોરી અમીન મારવાડી વધુ એક કાયદાનાં કૂંડાળામાં ફસાયો
જુઓ સમગ્ર્ અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
