કન્નડ સિનેમાની જાણીતી હિરોઇન અને બિગ બોસ કન્નડની પૂર્વ સ્પર્ધક જયશ્રી રમૈયાનું નિધન થયું છે. તેનો મૃતદેહ બેંગ્લોર સ્થિત તેના ઘરે લટકતી હાલતમાં મળી આવ્યો હતો, પરંતુ અભિનેત્રીએ આત્મહત્યા કરી હતી કે તેની વિરુદ્ધ કાવતરું રચવામાં આવ્યું હતું તેની પુષ્ટિ થઈ નથી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે.
છેલ્લા ઘણા દિવસોથી જયશ્રી ડીપ્રેશનથી ઝઝૂમી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેની સારવાર બેંગ્લુરુમાં સંધ્યા કિરણ આશ્રમમાં ચાલી રહી હતી. તેણે ગયા વર્ષે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને આ દુનિયા છોડવાની વાત કહી હતી.

તેણે વીડિયોમાં કહ્યું હતું કે તે ડીપ્રેશનમાંથી બહાર આવવા સક્ષમ નથી અને તેથી તે મરી જવા માંગે છે. જો કે, ટૂંક સમયમાં જ, જયશ્રી રમૈયાએ આ પોસ્ટ કાઢી નાખી હતી. આટલું જ તેણે કહ્યું કે તે ડીપ્રેશન સામે લડી શકતી નથી અને તે મરી જવા માંગે છે.
Karnataka: Kannada actress Jayashree Ramaiah found dead at an old-age & rehabilitation centre in Bengaluru; More details awaited
— ANI (@ANI) January 25, 2021
તે 2015 માં કન્નડ રિયાલિટી શો બિગ બોસ કન્નડનો ભાગ રહી હતી. આ શોના હોસ્ટ સુપરસ્ટાર કીચા સુદીપ હતા. જયશ્રીની પહેલી ફિલ્મ Uppu Huli Khara હતી. જયશ્રીના મિત્રએ કહ્યું કે, જયશ્રી કેટલાક પારિવારિક કારણોને લીધે માનસિક રીતે અસ્વસ્થ છે, તે ઘણી વાર કહે છે કે તે સ્વસ્થ નથી અને લો ફિલ કરી રહી છે, મેં તેને ઘણી વાર કહ્યું હતું કે તમે ચિંતા કરશો નહીં, બધુ ઠીક થશે પરંતુ તેમની સાથેની સમસ્યા તે છે કે તેઓ તેમનો ફોન નંબર વારંવાર બદલતા રહ્યા છે, જેનાથી તેમનો સંપર્ક કરવામાં થોડી મુશ્કેલી પડે છે. જયશ્રી રમૈયા બિગ બોસ સીઝન 3 ની સ્પર્ધક હતી. જયશ્રીએ આ રીતે દુનિયા છોડ્યા બાદ કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજુ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
