Not Set/ Zero New Song: સલમાન ખાન સાથે ડાન્સ ફ્લોર પર શાહરૂખ ખાને મચાવી ધમાલ

મુંબઇ, શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘ઝીરો’ નું નવું સોંગ ‘ઈશ્કબાઝ’ રિલીઝ થઇ ચુક્યું છે. આ ગીતની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કારણ કે લાંબા સમય પછી શાહરૂખ ખાન અને સલમાન ખાન એક સાથે જોવા મળ્યા છે. રિલીઝ થતાની સાથે આ સોંગ છવાઇ ગયું છે. શાહરુખ અને સલમાનને એકસાથે ડાન્સ  કરતા જોવા ચાહકો માટે […]

Entertainment Videos

મુંબઇ,

શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘ઝીરો’ નું નવું સોંગ ‘ઈશ્કબાઝ’ રિલીઝ થઇ ચુક્યું છે. આ ગીતની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કારણ કે લાંબા સમય પછી શાહરૂખ ખાન અને સલમાન ખાન એક સાથે જોવા મળ્યા છે. રિલીઝ થતાની સાથે આ સોંગ છવાઇ ગયું છે. શાહરુખ અને સલમાનને એકસાથે ડાન્સ  કરતા જોવા ચાહકો માટે ખૂબ એક્સાઈટિંગ છે.

‘ઝીરો’નું નવું ગીત ‘ઈશ્કબાઝ’ ખૂબ એન્ટરટેનિંગ છે. તેમાં શાહરુખ સલમાનની સામે ડાન્સ કરે છે. શાહરૂખ આ સોંગમાં સલમાનનું ગીત “જીને કે હૈ ચાર દિન”નો આઇકોનિક સ્ટેપ કરતા પણ જોવા મળી રહ્યા છે.તો સલમાન ખાન પણ શાહરૂખનનો હાથ ફેલાવા વાળો સિગ્નેચર સ્ટેપ કર્ત્તા જોવા મળી રહ્યા છે. જુઓ, મૂવીનું આ દિલચસ્પ સોંગ વીડીયો…

તાજેતરમાં આ ફિલ્મનું ગીત ‘મેરા નામ તૂ’ રિલીઝ કર્યું હતું. આ ગીતને ચાહકો દ્રારા ખુબ જ પસંદ કરવામાં આવ્યું છે. આનંદ એલ. રોયની ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. તેમાં શાહરૂખ ખાન સાથે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ પણ સાથે જોવા મળશે.