Vaccine/ હવે ‘વેક્સિન’ પાસપોર્ટ! વિદેશમાં જવાની છે ઇચ્છા તો જાણો આ અહેવાલ

કોરોના સામેની લડાઈમાં ભારત સહિત એશિયાઈ દેશો સફળતા મેળવવા તરફ છે…..

Trending

કોરોના સામેની લડાઈમાં ભારત સહિત એશિયાઈ દેશો સફળતા મેળવવા તરફ છે. જો કે પશ્ચિમી દેશોમાં કોરોના હજુપણ કોહરામ મચાવી રહ્યો છે. ત્યારે WHO હવે એક નવા અભિગમ સાથે આવ્યું છે. આ અભિગમ છે વેક્સિન પાસપોર્ટનો.

કોરોનામાં મોટાભાગના કાર્યો વર્ચ્યુઅલ થઈ ગયા. મિટિંગ ઓનલાઈન થઈ ગઈ. વેડિંગ સહિતની સેરેમનીના સ્વરૂપ બદલાઈ ગયા. હવે ટ્રાવેલિંગમાં પણ એકમોટો બદલાવ દેખાઇ રહ્યો છે. એ છે વેક્સિન પાસપોર્ટનો. જે વ્યક્તિએ વેક્સિન લઇ લીધી છે તેમના માટે હવે નવો વેક્સિન પાસપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે વ્યક્તિ પાસે આ પાસપોર્ટ છે તેને દુનિયાનો કોઈ દેશ ક્વોરન્ટાઈન ન કરે પણ માત્ર કોરોના ટેસ્ટ કરવામાં આવે. વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન અને WHO છેલ્લાં ઘણાં મહિનાથી આ નવા પ્રસ્તાવ પર કામ કરી રહ્યાં છે. વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન તો માગ કરી રહ્યું છે કે આને દુનિયાના તમામ દેશો લાગુ કરે.

વેક્સિન લીધા પછી પહેલાં ઈ-સર્ટિફિકેટ મેળવવું પડશે. જેના આધારે આ પાસપોર્ટ નીકળી શકશે. કોરોનાએ વિશ્વભરની ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને કારમો ઘા પહોંચાડ્યો છે. ગ્લોબલ ટુરિઝમને 11 હજાર કરોડથી વધુનો ઘોબો લાગી ચૂક્યો છે. હવે વેક્સિન પાસપોર્ટ આ સ્થિતિને બદલવામાં મહત્વનો રોલ ભજવી શકે છે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝનશ એટલે જ આ સિસ્ટમને જલદીથી જલદી લાગુ કરવા દબાણ કરી રહ્યું છે. યુરોપ અને અમેરિકા સહિતના પશ્ચિમના દેશો આ માટે તૈયારી દર્શાવી ચૂક્યાં છે. ત્યારે જલદીથી આ સિસ્ટમ આખા વિશ્વમાં લાગુ થાય તે માટે WHO પ્રયાસો કરી રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો