Dharma & Bhakti/ દશેરાના તહેવારે આટલી ભૂલો ન કરવી, નહિંતર ભાગ્ય સાથ છોડી દેશે..!

વિજયાદશમીના દિવસે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવે છે. આનું મહત્વ એ છે કે, આપણે પણ આપણી અંદર રહેલા દુર્ગુણોનું દહન…

Trending festival Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: લંકાપતિ રાક્ષસરાજ રાવણ (Ravana)ના અહંકારનો નાશ કરીને એનો વધ કરનાર શ્રી રામ (Rama)ના વિજય પર્વની ઉજવણીનો તહેવાર એટલે દશેરા (Dussehra)! મૂળ રુપે દશ-હરા નામથી વિખ્યાત આ તહેવારના નામમાં જ એનો ગૂઢાર્થ છુપાયેલો છે જે અનુસાર, રાવણના દસ માથાને અર્થાત્ દસ દૂષણોને હણીને અયોદ્યાપતિ શ્રી રામે એને મુક્તિ પ્રદાન કરી હતી. આ તહેવાર (Festival) નિમિત્તે દેશ-વિદેશમાં રામલીલા (Ramleela)નું આયોજન ઠેર-ઠેર કરવામાં આવે છે. ગુજરાત તથા અન્ય રાજ્યોમાં આ દિવસે ફાફડા-જલેબી (Fafda-Jalebi) ખાવાની પરંપરા પણ જાળવવામાં આવે છે. શારદીય નવરાત્રિ (Shardiya Navratri) પૂર્ણ થયા બાદ, વિજયાદશમીના દિવસે રાવણ, તેના ભાઇ કુંભકર્ણ અને તેના પરાક્રમી પુત્ર મેઘનાદ (Kumbhkarna & Meghnad)ના પૂતળાનું દહન કરવામાં આવે છે. આ કર્મ કરવાનું મહત્વ એ છે કે, આપણે પોતે પણ આપણી અંદર રહેલા દુર્ગુણો (Evils)નું આ પ્રકારે દહન કરીએ.

જ્યોતિષ શાસ્ત્રના મત અનુસાર, આ પરમ પાવન પર્વ પર મનુષ્યોએ સાવધ રહીને વર્તવું જોઇએ. વિશેષ કરીને, આ દિવસે અમુક ભૂલો (Mistakes) ન કરવી જોઇએ. તો ચાલો હવે જ્યોતિષાચાર્યો (Astrologers)ના જણાવ્યા મુજબ, દશેરાએ કઇ-કઇ ભૂલો ન કરવી જોઇએ એ વિશે સવિસ્તાર જાણીશું.

1. ગર્વ કે અહંકાર ન કરવો

દશેરાનો તહેવાર આપણને સત્ય, ધર્મ અને કર્મના માર્ગે અગ્રેસર થવાની પ્રેરણા આપે છે. આથી આ દિવસે અભિમાન (Ego) ન કરવું જોઇએ અને કોઇને નીચા બતાવવાની ચેષ્ટા કરવાથી બચવું જોઇએ.

2. અન્યનું અપમાન ન કરવું

વિજયાદશમી (Vijayadashmi)ના તહેવારે આપણો વ્યવહાર શાલીનતાપૂર્ણ રાખવો જોઇએ અને અન્યો પ્રત્યે માન-સન્માનની ભાવના કેળવવી જોઇએ. આ દિવસે કોઇ વડીલ કે વૃદ્ધનું અપમાન (Insult) કરવું અયોગ્ય રહેશે કારણ કે, આવા તોછડાઇયુક્ત વર્તનથી માતા લક્ષ્મી (Lakshmi) રિસાઇ શકે છે અને ઘરમાં દરિદ્રતા (Poverty)નો વાસ થઇ શકે છે.

3. અસત્ય ન બોલવું

દશેરાનો તહેવાર આપણને સૌને ખોટો માર્ગ ત્યાગીને સાચા રસ્તે જીવન જીવવાની પ્રેરણા આપે છે. આથી આપણે જૂઠ્ઠું (Lie) બોલવાની ટેવ છોડીને સત્ય બોલવાની આદત કેળવવી જોઇએ. આ દિવસે આપણે આપણા શબ્દો અને કર્મોનો ઉચિત તાલમેલ બેસે એવું જીવન જીવવાની શરુઆત કરવાનો પ્રયાસ કરવો જોઇએ. આ ઉપરાંત, કોઇની પણ ખોટી વાતોમાં ફસાવું જોઇએ નહિં કે એનો સાથ આપવો જોઇએ નહિં.

4. પરનિંદાથી બચવું

ખરાબ કર્મો પર સારા કર્મોનો, અસત્ય પર સત્યનો વિજય એ દશેરાનો સંદેશ છે. આથી આ દિવસે આપણે પરનિંદા (Gossip)થી બચવું જોઇએ. આ દિવસે કોઇ પણ વ્યક્તિની ટીકા કે નિંદા ન કરવી અથવા એમાં સામેલ ન થવું.

5. ઝાડ-પાન ન કાપવાં

દશેરાનો તહેવાર ઝાડ-પાન (Trees) કાપવા માટે અશુભ ગણાય છે, કારણ કે, પ્રકૃતિ આપણા જીવનનું મહત્વપૂર્ણ અંગ છે અને આપણને સ્વચ્છ તથા તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડે છે. આથી શાસ્ત્રોક્ત રીતે, આ દિવસે વૃક્ષોનું છેદન વર્જ્ય માનવામાં આવે છે અને જો આમ કરવામાં આવે તો આપણા જીવનમાં એની નકારાત્મક અસરો ઊભી થઇ શકે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:શનિ દેવ 3 ઓક્ટોબરે બદલશે ચાલ, આ રાશિઓને લાભ, 2027માં બદલશે રાશિ,આ જાતકોની સાડાસાતી થશે પૂર્ણ..!

આ પણ વાંચો: