Video/ હની સિંહનું નવું સોંગ થયું રિલીઝ, નુસરત ભરુચાએ હોટનેસની હદ કરી પાર…જુઓ વીડિયો

સિંગર યો યો હની સિંહનું નવું ગીત સઈયા જી રિલીઝ થયું છે. આ ગીતમાં નુસરત ભરૂચા હની સિંહ સાથે એક અલગ અવતારમાં જોવા મળી રહી છે. સઇયા જીમાં હની સિંહ સાથે નુસરત જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ ગીત રિલીઝ થતાંની સાથે જ તે યુટ્યુબ પર વાયરલ થઈ ગયું છે. આ વીડિયો રિલીઝ […]

Videos

સિંગર યો યો હની સિંહનું નવું ગીત સઈયા જી રિલીઝ થયું છે. આ ગીતમાં નુસરત ભરૂચા હની સિંહ સાથે એક અલગ અવતારમાં જોવા મળી રહી છે. સઇયા જીમાં હની સિંહ સાથે નુસરત જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ ગીત રિલીઝ થતાંની સાથે જ તે યુટ્યુબ પર વાયરલ થઈ ગયું છે. આ વીડિયો રિલીઝ થયાના થોડા જ સમયમાં લાખો વ્યૂઝ મળી ચુક્યા છે.

સઇયા જી ગીત યો યો હની સિંહ અને નેહા કક્કરે ગાયું છે. આ ગીતનાં લિરિક્સ હની સિંહ, લીલ ગોલુ અને હોમી દિલ્હીવાળાએ લખ્યા છે. આ ટી સીરીઝના બેનર હેઠળ નુસરત ભરુચા તેમની હોટનેસનો તડકો લગાવતી જોવા મળી રહી છે. હની સિંહ અને નુસરતની જોડીને દર્શકો ખૂબ પસંદ કરે છે.

તાજેતરમાં હની સિંહનું ગીત ફર્સ્ટ કિસ રિલીઝ થયું હતું. રિલીઝ થયાના થોડા કલાકોમાં જ આ ગીતને 4 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. આ સાથે ચાહકો ગીતને ધમાકેદાર ગણાવી રહ્યા છે. આ ગીતમાં ઇપ્સિતા હની સિંહ સાથે જોવા મળી હતી.

આ ગીત પહેલા હની સિંહનું ગીત કેર ની કર્દા રિલીઝ થયું હતું. આ ગીત ફિલ્મ છલાગનું હતું, જે રાજકુમાર રાવ અને નુસરત ભરૂચા પર ફિલ્માવવામાં આવ્યું હતું. હનીની બોલિવૂડ તરફની સફર સરળ નહોતી. તે પોતે પણ માને છે કે બોલિવૂડે તેમને ઘણી તકો આપી હતી અને તેણે દરેક પ્રસંગે ધમાકો કર્યો છે.

હની સિંહ બાયપોલર ડિસઓર્ડરનો ભોગ બન્યો છે. હનીએ કહ્યું હતું કે દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાને મુશ્કેલ સમયમાં તેની મદદ કરી હતી.