સેશન્સ કોર્ટે મામલાની પરિસ્થિતિને ધ્યાને રાખીને ક્રાઈમ બ્રાન્ચની સીઆરપીસીની કલમ 82મુજબના રિપોર્ટ ને મંજુર કર્યો હતો. દેવેન્દ્રને ભાગેડુ જાહેર કરવામાં આવતાની સાથે જ પોલીસે રાજ્યનાં તમામ પોલીસ સ્ટેશનનોને આ મામલે જાણ કરી છે. જ્યાં પણ આરોપી દેવેન્દ્ર આડેદર દેખાય ત્યાં તેની ધરપકડ કરી લેવી તેવો આદેશ જાહેર કરાયો છે.
ઉલ્લખનીય છે કે તોડકાંડમાં મહિલા પીએસઆઇનાં બનેવીએ 45 લાખ લીધા હોવાનો પુરાવો ક્રાઈમ બ્રાન્ચના હાથે આવતા તેમણે દેવેન્દ્ર આડેદરની ધરપકડ કરવાની કવાયત શરૂ કરી હતી. આપને જણાવી દઇએ કે આજ કેસમાં મહિલા PSI સ્વેતા જાડેજા હાલ જેલ હવાલે છે.
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
