Ahmedabad News/ પાસા નહી કરવા માટે અને ઝડપથી જામીન કરાવવા માટે 10 હજારની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલનો મળતીયો ઝડપાયો

એસીબીએ રખિયાલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને છટકુ ગોઠવી પકડ્યો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : રખિયાલ પોલીસ સ્ટેસનમાંફરજ બજાવતા એક કોન્સ્ટેબલના મળતીયા માણસની એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)એ રૂ.10,000 ની લાંચ લેતા ધરપકડ કરી છે.આ બનાવની વિગત મુજબ ફરિયાદીના મિત્રને મારામારીના કેસમાં રજુ કરીને મારઝુડ નહી કરવા, અન્ય કેસોમાં ન ફસાવવા તથા ઝડપથી જામીન કરાવવા રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈએ તેની પાસે રૂ.30,000 ની લાંચની માંગણી કરી હતી.

આથી ગભરાયેલા ફરિયાદીએ કોન્સ્ટેબલને રૂ.20,000 આપી દીધા હતા.બાદમાં બાકી રહેલા રૂ.10,000 માટે કરણભાઈ અવારનવાર ફરિયાદીને ફોન કરીને પરેશાન કરતા હતા. જોકે ફરિયાદી પૈસા આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે એસીબીના અધિકારીઓએ રખિયાલમાં ચારોડીયા પોલીસ ચોકીના મુખ્ય દરવાજા પાસે છટકુ ગોઠવ્યું હતું.જેમાં કોન્સ્ટેબલ કરણભાઈ વતી લાંચ લેવા આવેલો તેમનો મળતીયો માણસ મુસ્તાક રસુલ અલ્લા રખા સૈયદ લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. જોકે આરોપી કરણ ઝડપાયો ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદની વધુ એક રેસ્ટોરાનાં જમવામાં જીવાત

આ પણ વાંચો:સરકારી અનાજના ગોડાઉનમાંથી જીવાત પ્રસરતા ગામલોકો ત્રાહિમામ

આ પણ વાંચો:હિંમતનગરમાં લસ્સીમાંથી જીવાત નીકળતા ગ્રાહક બગડ્યો