Surat News: સુરત (Surat)માં પોલીસનો જ નવો વિવાદ જોવા મળ્યો. શહેરમાં સારોલી પોલીસ મથક ભાડાને લઈને વિવાદમાં જોવા મળ્યું. સારોલી પોલીસ મથક જે સ્થાન પર છે તેનું ભાડું હજુ સુધી ચૂકવાયુ નથી. પોલીસ મથકે છેલ્લા 6 મહિનાથી વધુનું ભાડુ ના ચૂકવતા અરજદારે તે સ્થાનનો પાછો કબજો મેળવવા માંગ કરી છે.
શહેરમાં સારોલી પોલીસ મથક વિવાદમાં સપડાયું. સારોલી પોલીસ મથકના મિલકતદારોએ કોર્ટમાં ભાડાને લઈને દાવો કર્યો છે. મિલકતદારોએ કોર્ટમાં અરજી કરી છે કે સારોલી પોલીસ મથકે છેલ્લાં 7 મહિનાનું ભાડુ નથી ચૂકવ્યું. મિલકત ભાડા પેટે આપતી વખતે 1થી 10 તારીખમાં ભાડું ચુકવવાની શરત હતી. આ સ્થાનને પોલીસ મથક તરીકે આપતી વખતે માસિક ભાડું 88,400 નક્કી કરાયું હતું. જે મુજબ એક મહિનાના 88,400 લેખે ભાડું ચૂકવાયું નથી. માસિક ભાડા લેખે સાત મહિનાના 6.18 લાખ લેવાના નીકળે.
સારોલી પોલીસ મથક કયારે ભાડુ ચૂકવશે તેને લઈને ચોક્કસ માહિતી ના આપતા મિલકતદારોએ બાકીનું લેણાં ભાડું અને મિલકત પાછી લેવા મામલે કોર્ટમાં દાવો માંડ્યો છે. અરજદારોએ મિલકતનો કબજો સોંપવા કરી માંગ સાથે ભાડાની ચૂકવણી વ્યાજ સાથે કરાય તેવી માંગ કરી છે.
આ પણ વાંચો:અમદાવાદની વધુ એક રેસ્ટોરાનાં જમવામાં જીવાત
આ પણ વાંચો:સરકારી અનાજના ગોડાઉનમાંથી જીવાત પ્રસરતા ગામલોકો ત્રાહિમામ
આ પણ વાંચો:હિંમતનગરમાં લસ્સીમાંથી જીવાત નીકળતા ગ્રાહક બગડ્યો
