pocso act/ POCSO  કેસમાં વિવાદિત ચુકાદો આપનાર બોમ્બે હાઇકોર્ટના ન્યાયાધીશની કાયમી નિમણૂક પર સુપ્રીમનો સ્ટે

યૌન ઉત્પીડન સાથે જોડાયેલા બે કેસમાં વિવાદાસ્પદ આદેશો બાદ ચર્ચામાં આવેલા ન્યાયાધીશ ગણેદીવાલાએ આપેલા આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. તેમણે ચુકાદો આપ્યો હતો કે ‘સગીરને નિર્વસ્ત્ર

Top Stories India
1

યૌનઉત્પીડન સાથે જોડાયેલા બે કેસમાં વિવાદાસ્પદ આદેશો બાદ ચર્ચામાં આવેલા ન્યાયાધીશ ગણેદીવાલાએ આપેલા આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. તેમણે ચુકાદો આપ્યો હતો કે ‘સગીરને નિર્વસ્ત્ર કર્યા વિના સગીરના પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો તે જાતીય હુમલો કહી શકાય નહીં’. આ ચુકાદા પરસુપ્રીમ કોર્ટે આજે સ્ટે આપ્યો છે. આ ઉપરાંતમુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટના ત્રણ સભ્યોની કોલેજિયમે ન્યાયાધીશ ગણેદીવાલાને બોમ્બે હાઈકોર્ટના કાયમી ન્યાયાધીશ તરીકે ભલામણ કરી હતી, પરંતુ બાદમાં આ પ્રસ્તાવને રદ કર્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટે તેની ભલામણ પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી.

'Physical Relationship' cannot be construed to mean Penetrative Sexual  Assault under POCSO: Sikkim High Court- India Legal

Corona Update / દેશમાં 24કલાકમાં 13,083 નવા કેસ સામે 14,880 દર્દીઓ થયા સ્વસ્થ, રિકવરી રેટ 1.58 ટકા

ન્યાયાધીશ ગણેદીવાલાએ તેના વિવાદિત ચુકાદામાં કહ્યું હતું કે POCSO એક્ટ હેઠળ આરોપી પીડિતાની સાથે ત્વચાને સ્પર્શ નહીં કરે ત્યાં સુધી તેને જાતીય શોષણ માનવામાં આવશે નહીં. આ નિર્ણયને એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં ખાનગી રીતે પડકારવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે આવા નિર્ણયોથી ખોટી પરંપરા અને પ્રોત્સાહન મળશે.બીજા ચુકાદામાં ન્યાયાધીશ ગણેદીવાલાએ કહ્યું હતું કે, જો આરોપી યુવતીનો હાથ પકડીને તેની પેન્ટની ઝિપ ખોલે તો તે જાતીય શોષણ તરફ દોરી જશે નહીં. ત્રીજા ચુકાદામાં જસ્ટિસ ગનેદીવાલાએ બળાત્કારની નીચલી અદાલતના નિર્ણયને રદ કરતાં કહ્યું હતું કે બળાત્કારના કોઈ પુરાવા મળ્યા નથી. આ તમામ ચુકાદાઓને શંકાની નજરે પણ જોવામાં આવી રહ્યા છે.

POCSO Act on crime against children doesn't picture reality

Cricket / 87 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત BCCI રણજી ટ્રોફીનું આયોજન કરશે નહીં

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં 1969 માં જન્મેલા પુષ્પા ગણેદીવાલાએ બી.કોમ, એલએલબી અને પછી એલએલએમ. 2007 માં તે ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી તે મુંબઇ સિવિલ કોર્ટ અને નાગપુરની ડિસ્ટ્રિક્ટ અને ફેમિલી કોર્ટમાં પણ હતા. પછીથી તેણીને બોમ્બે હાઈકોર્ટની રજિસ્ટ્રાર જનરલ બનાવવામાં આવ્યા હતા. આ પછી, 2019 માં, તેમને બોમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…