લગભગ 72 ટકા લોકોને લાગે છે કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી મંદી અનિયંત્રિત થઈ ગઈ છે. આઈએએનએસ-સીવોટર બજેટ ટ્રેકરે આ વાતનો ખુલાસો કર્યો છે. પીએમ મોદીનાં કાર્યકાળમાં આ સર્વોચ્ચ ટકાવારી છે, જે મુજબ 72.1 ટકા લોકો માને છે કે, મોંઘવારી વધી ગઇ છે, જ્યારે 2015 માં માત્ર 17.1 ટકાએ તેને અનુભવ્યું હતું. 2020 માં, માત્ર 10.8 ટકા લોકોએ કહ્યું કે કિંમતોમાં ઘટાડો થયો છે, જ્યારે 12.8 ટકા લોકોએ કહ્યું કે કંઈ બદલાયું નથી.
પોલનું સેમ્પલ કદ 4,000 થી વધુ છે અને સર્વેક્ષણ માટેનું ફીલ્ડવર્ક જાન્યુઆરી 2021 નાં ત્રીજા-ચોથા અઠવાડિયામાં કરવામાં આવ્યું હતું. સર્વેની થીમ ‘યુનિયન બજેટમાંથી અપેક્ષાઓ’ છે. સર્વેનાં એક સવાલ પર 72.1 ટકા લોકોએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી મોંઘવારી અનિયંત્રિત થઈ છે અને કિંમતોમાં વધારો થયો છે. 2015 પછી મોંઘવારીનાં મોરચે મોદી સરકાર માટે આ સૌથી ખરાબ સ્કોર છે.
2015 માં આ આંકડો માત્ર 17.1 ટકા હતો, 2016 માં 27.3 ટકા, 2017 માં 36.8 ટકા, 2018 માં 56.4 ટકા અને 2019 માં 48.8 ટકા હતો. સર્વેમાં કેન્દ્રીય બજેટની પૂર્વસંધ્યાએ આર્થિક ચિંતાઓ પ્રદર્શિત કરે છે. કોરોનાનાં કારણે અર્થવ્યવસ્થાને ભારે ખરાબ અસર થઈ છે. આ કારણોસર, નીતિ ઘડનારાઓ માટે બેકારી અને ઘટતી આવક ચિંતાનો વિષય બની છે.
Political / રાહુલ બનશે સરતાજ, કોંગ્રેસ કાર્યકારિણીમાં તાત્કાલિક અધ્યક્ષ બનાવવા માટેનો પ્રસ્તાવ પસાર
Tamil Nadu / તમિલનાડુમાં રાહુલ ગાંધી બન્યા શેફ, બિરયાની બનાવી ગ્રામલોકો સાથે કર્યું ભોજન
Political / હાવડા રેલીમાં અમિત શાહે કહ્યુ- TMC ને ઉખાડી ફેંકીશું
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
