1 ફેબ્રુઆરી, 2021 નો દિવસ દેશ માટે ઐતિહાસિક દિવસ બની રહ્યો છે. આવતીકાલે એટલે કે સોમવારનાં રોજ આ દાયકાનો પહેલુ અને પેપરલેસ બજેટ રજૂ થવાનું છે. કોરોના વાયરસ મહામારીથી સર્જાયેલા પડકારો વચ્ચે કેન્દ્ર સરકારનાં બજેટ 2021 થી દેશનાં મધ્યમ વર્ગ અને શ્રમજીવી લોકોને ઘણી આશા છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, વિશ્વની સૌથી મોટી ખાદ્ય કલ્યાણ યોજના ચલાવવાના ખર્ચને આવરી લેવા માટે એપ્રિલ 1 થી ખાદ્ય સબસિડી ખર્ચનું વાર્ષિક બજેટ 4 ટકાથી વધારીને 6 ટકા થવાની ધારણા છે. નોંધપાત્ર વાત એ છે કે શુક્રવારે નાણાં પ્રધાન નિર્મલા સિતારમણએ રજૂ કરેલા આર્થિક સર્વેએ જણાવ્યું હતું કે, ‘ખાદ્ય સુરક્ષા પ્રત્યેની વધતી પ્રતિબદ્ધતાને ધ્યાનમાં લઈને ફૂડ મેનેજમેન્ટની આર્થિક કિંમત ઘટાડવી મુશ્કેલ છે, પરંતુ વધતા જતા ફૂડ સબસિડી બિલને ઘટાડવા માટે સીઆઈપીનાં સંશોધન પર વિચાર કરવાની જરૂરિયાત છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારનાં બજેટ 2021-22 માં ભારત સરકારનાં ખાદ્ય સબસિડી તરફનો કુલ ખર્ચ 2.1 ટ્રિલિયન રૂપિયા (28.7 અબજ ડોલર) ને પાર થવાની ધારણા છે.
ગયા વર્ષનાં બજેટમાં ખાદ્ય સબસિડી પાછળ ખર્ચ કરવામાં આવેલી કુલ રકમ કરતા આ 4 થી 6 ટકા વધારે હોવાની સંભાવના છે. જણાવી દઇએ કે, નાણાકીય વર્ષ 2019-20 માં ભારત સરકારે ખાદ્ય સબસિડી પર 1.16 ટ્રિલિયન રૂપિયા ખર્ચ કર્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વર્ષે બજેટમાં ફૂડ સબસિડી ખર્ચ 1.22 ટ્રિલિયનથી વધીને 1.24 ટ્રિલિયન રૂપિયા થવાની ધારણા છે. તો ભારતીય સમર્થિત ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઈ) એ 2021/22 માં 800 અબજ રૂપિયા (11 અબજ ડોલર) થી વધુની લોન લેવી પડશે. નાણામંત્રી નિર્મલા સીતારામનને આશા છે કે, જ્યારે તેઓ સોમવારે 2021-22નું બજેટ રજૂ કરશે ત્યારે ફાળવણીની યોજના તૈયાર કરવામાં આવશે.
budget 2021 / લો બોલો… 52 વર્ષ બાદ સંસદ સભ્યોને રેલવેનું નહીં પરંતુ ફાઈવ સ્ટાર હોટેલનું મળશે જમણ
budget 2021 / કેન્દ્રીય બજેટમાં સરકાર ખાનગીકરણ માટેની આવી નવી નીતિ લાવી શકે છે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
