2021-22 ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કેન્દ્રીય બજેટને મંજૂરી આપવામાં આવ્યા બાદ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યું હતું. નાણાકીય વર્ષ 2021-22 માટેના આ બજેટને ‘આર્થિક રસી’ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે, ત્યારે આવો બજેટ 2021-22ના તમામ મહત્વનાં મુદ્દાને સરળ રીતે સમજીએ…
- મિશન પોષણ 2.0 લોન્ચ કરાશે
- સ્વાસ્થ્ય માટે 2,23,849 કરોડની ફાળવણી
- સ્વાસ્થ્ય માટે 137 ટકાનો વધારો
- સ્વાચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં અમૃત યોજનાને આગળ વધારવામાં આવશે.
- અમૃત યોજના માટે 2,87,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે
- કોરોના વેક્સિન માટે 35 હજાર કરોડની જાહેરાત
- આ વર્ષે સ્વાસ્થ્ય પર વધુ ભાર અપાશે
- જૂના વાહનો માટે સ્ક્રેપ પોલીસી આવશે
- આત્મનિર્ભર ભારત હેઠળ ખેડૂતોની આવક ડબલ થશે
- હેલ્થ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ વધારાશે
- 7 ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે
- તમિલનાડુા નેશનલ હાઈવે પ્રોજેક્ટ માટે 1.03 લાખ કરોડ ફાવવ્યા,જેમા ઈકોનોમિક કોરિડોર બનાવવામાં આવશે
- કેરળમાં પણ 65 હજાર કરોડના નેશનલ હાઈવે બનાવવામાં આવશે
- મુંબઈ- કન્યાકુમારી ઈકોનોમી કોરીડોરની જાહેરાત
- પશ્ચિમ બંગાળમાં કોલકતા-સીલીગુડી નેશનલ હાઈવે પ્રોજેક્ટની જાહેરાત
- રેલવેને 1 લાખ 10 હજાર 55 કરોડની ફાળવણી
- રેલવેમા વિસ્ટા ડોમ કોચ બનાવવામાં આવશે
- રાષ્ટ્રીય રેલ યોજના 2030 તૈયાર
- ગ્રાહકોને વીજ કંપની પસંદ કરવાનો વિકંલ્પ મળશે
- 18000 કરોડના ખર્ચે પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ લાગુ
- ઉર્જા ક્ષેત્રમાં મોટા સુધારા કરવામાં આવ્યા, વીજળી ક્ષેત્રમાં 3 લાખ કરોડની સ્કિમની જાહેરાત
- હાઈડ્રોજન પ્લાંટ બનાવવાની જાહેરાત
- ઉર્જા ક્ષેત્રમાં PPP મોડેલ હેઠળ પ્રોજેક્ટો પૂરા કરવામાં આવશે
- જમ્મુ-કાશ્મીરમાં શરૂ થશે ગેસ પાઈપલાઈન યોજના
- ઉજ્જવલા યોજના હેઠળ એક કરોડ વધુ લાભાર્થીઓને જોડવામાં આવશે
- હવે ઈન્શ્યોરન્સ ક્ષેત્રમાં 74 ટકા સુધી FDI થઈ શકશે,પહેલા આ 49 ટકાની મંજૂરી હતી
- રોકાણકારો માટે ચાર્ટર બનાવવાની જાહેરાત થશે
- સેન્સેક્સમાં 1500 અંકનો ઉછાળો
- એર ઈન્ડિયાએ સરકાર વેંચશે
- આ વર્ષે એલઆઈસીનો IPO આવશે
- ઇન્કમટેક્ષ સ્લેબમાં કોઇ બદલાવ નહીં
- નોકરિયાત વર્ગને ટેક્સમાં કોઇ રાહત નહીં
- મોબાઇલ પાર્ટસ પર 2.5 ટકા કસ્ટમ ડયૂટી લાગશે
- મોબાઇલ ફોન વધુ મોંઘા થવાની શકયતા
- મોબાઇલ અને ચાર્જર મોંઘા થશે
- સોના-ચાંદી સસ્તું થવાની શકયતા
- સ્ટીલ પર 7.5 ટકા કસ્ટમ ડયૂટી ઘટાડાઇ
- ઓટોપાર્ટસ પર કસ્ટમ ડયૂટી વધારાઇ
- લોખંડ-સ્ટીલ સસ્તું થશે
- સસ્તા મકાન માટે 1 વર્ષ માટે રાહત વધારાઇ
- 31 માર્ચ 2022 સુધી સ્ટાર્ટઅપ ટેક્સમાં છુટ
- વર્ષ 2022 સુધી હોમલોન પર છુટ અપાઇ
ભારતીય શેરબજારે બજેટને વધાવ્યું –
-
- શેરબજારની બજેટને તેજીવાળી સલામી
- માર્કેટમાં આવ્યો 2314 પોઇન્ટનો વિક્રમી ઉછાળો
- સેન્સેક્સ તેજી સાથે 48,600 પર બંધ થયો
- નિફ્ટીમાં પણ વિક્રમી ઉછાળો નોંધાયો
- નિફ્ટીમાં 14281 પોઇન્ટની રેકોર્ડબ્રેક તેજી
- બજેટના દિવસે સૌથી વધારે તેજીનો વિક્રમ
- BSEમાં મોટાભાગના સેક્ટર ગ્રીન ઝોનમાં
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…