કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પોતાનાં ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. જાહેર કરવામાં આવેલી યાદીમાં ભાવનગર, જામનગર, વડોદરા, રાજકોટ, સુરત કોર્પોરેશન માટેનાં કોંગ્રેસેનાં ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,
અમદાવાદની યાદી પછી જાહેર કરાશે. આપને જણાવી દઇએ કે અમદાવાદ માટે કોંગ્રેસમાં ભારે મનોમંથન ચાલી રહ્યું છે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં કોંગ્રેસ નો-રીપીટ થિયરીને અવગણીને પોતાનાં ઉમેદવારો જાહેર કરે તેવી એક ચર્ચા પણ જોવામાં આવી રહી છે. અમદાવાદમાં કોંગ્રેસ જૂના જોગીઓને કાપીને કોઇ રીસ્ક લેવા માંગતી નથી.




જુઓ સંપૂર્ણ વિગત સાથેનો આ અહેવાલ –
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
