કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સભામાં કોરોના વાયરસથી દેશમાં કુલ 162 ડોકટર્સનાં મોતનાં આંકડા પર ચોંકી જતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ બુધવારે દાવો કર્યો હતો કે મૃત્યુઆંક 162 નહી પણ વધારે છે.
આપને જણાવી દઇએ કે, આરોગ્ય રાજ્યમંત્રી (એમઓએસ) અશ્વિની કુમાર ચૌબેએ મંગળવારે સંસદનાં ઉચ્ચ ગૃહને માહિતી આપી હતી કે, દેશમાં અત્યાર સુધીમાં 162 ડોકટર્સ, 107 નર્સ અને 44 આશા વર્કર્સ કોવિડ-19 વાયરસથી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે બીજી તરફ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ કહ્યું છે કે, દેશમાં કોવિડ-19 ને કારણે 734 ડોકટર્સે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આઇએમએ એ બુધવારે કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ રાજ્ય મંત્રી અશ્વિનીકુમાર ચૌબેને એક પત્ર લખીને જણાવ્યું છે કે, એસોસિએશનની પાસે ઉપલબ્ધ વિગતો અનુસાર મોતનો આંકડો સરકાર પાસે ઉપલબ્ધ આંકડાથી વધારે છે.
હવે આઇએમએ એ કહ્યું હતું કે, કોરોના વાયરસને કારણે આજ સુધીમાં 734 ડોકટર્સે જીવ ગુમાવ્યો છે, જેમાંથી 431 સામાન્ય પ્રેક્ટિશનર છે. આઇએમએ એ કહ્યું, ‘દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે, 25 ડોક્ટરો 35 વર્ષથી ઓછી ઉંમરનાં હતા. તેમ છતાં, ડોકટરોએ ઉંચા વાયરલ લોડ અને ઉંચા કેસ ફૈટેલિટિ રેશિયોનો સામનો કરવો પડ્યો પરંતુ તેમણે તબીબી વ્યવસાયની શ્રેષ્ઠ પરંપરાઓમાં દેશની સેવા કરવાનું પસંદ કર્યું. ભારત સરકાર આ હકીકતને સ્વીકારવામાં અને મહત્વ અને માન્યતા આપવામાં નિષ્ફળ ગઈ.’
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
