હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવીને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપી સ્ટેન્ડ અપ કોમેડીયન મુનવ્વર ફારૂકીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. શુક્રવારે કોર્ટે હાસ્ય કલાકાર મુનવ્વર ફારુકીને મોટી રાહત આપી અને વચગાળાના જામીન મંજુર કર્યા છે. આ સાથે અદાલતે મુનવ્વર ફારુકી વિરુદ્ધ જારી કરેલા અલ્હાબાદ હાઈકોર્ટના પ્રોડક્શન વોરંટને પણ અટકાવી દીધું છે.
આ સિવાય કોર્ટે મુનવ્વર ફારુકીની અરજી પર નોટિસ ફટકારી છે. સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવેલા હિન્દુ દેવ-દેવીઓ અંગે વાંધાજનક ટિપ્પણીના કેસમાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટ દ્વારા ગુજરાતના સ્ટેન્ડ અપ હાસ્ય કલાકાર મુનવ્વર ફારૂકીની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. આ અરજીમાં મુનવ્વર ફારુકીએ ધાર્મિક ભાવનાઓને ભડકાવવાના આરોપસર અનેક રાજ્યોમાં નોંધાયેલા કેસને એક સાથે જોડવાની માંગ કરી હતી.
Supreme Court gives interim bail to comedian Munawar Faruqui who was arrested by Madhya Pradesh police in a case related to allegedly hurting religious sentiments. SC issued notice to MP Police on Faruqui's plea challenging the MP High Court order declining him bail in the case. pic.twitter.com/VDa3px5ZHD
— ANI (@ANI) February 5, 2021
મધ્ય પ્રદેશથી ભાજપના ધારાસભ્ય માલિની લક્ષ્મણ સિંહ ગૌરના પુત્ર એકલવ્ય સિંહ ગૌરે ફારૂકી અને અન્ય સામે ફરિયાદ નોંધાવી હતી. ધારાસભ્યના પુત્રએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે નવા વર્ષ પર ઈન્દોરના એક કેફેમાં કોમેડી શો દરમિયાન ફારૂકીએ હિન્દુ દેવી-દેવતાઓ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે વાંધાજનક ટિપ્પણી કરી હતી. ફરિયાદ બાદ 1 જાન્યુઆરીએ મુનવ્વર ફારૂકીની ધરપકડ કરવામાં આવી હતી.
મધ્યપ્રદેશ હાઈકોર્ટે 28 જાન્યુઆરીના રોજ કરેલા આદેશમાં ફારૂકીના જામીન નામંજૂર કરતા કહ્યું હતું કે સંવાદિતાને પ્રોત્સાહન આપવું તે તેમની બંધારણીય ફરજ છે. કોર્ટે આ કેસમાં અન્ય આરોપીની જામીન અરજી પણ નામંજૂર કરી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
