ચેન્નઈ,
દેશભરમાં દિનપ્રતિદિન રેલ્વેમાં મુસાફરી દરમિયાન ઘણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે, આ દરમિયાન મુસાફર પોતાની લાપરવાહીના કારણે ક્યારેક જોખમમાં મુકાઈ જતા હોય છે.
આ જ પ્રકારની એક ઘટના તમિલનાડુના એગમોર રેલ્વે સ્ટેશન પરથી સામે આવી છે, જ્યાં એક યાત્રી ટ્રેનની નીચે આવતા બચી ગયો હતો.
#WATCH: Railway Protection Force (RPF) personnel saved a passenger's life by rescuing him from falling, while he was boarding a train at Egmore Railway Station's platform. The passenger didn't suffer any injury. #TamilNadu (12.11.18) pic.twitter.com/OdNDYMdu2y
— ANI (@ANI) November 14, 2018
મળતી માહિતી મુજબ, આ ઘટના ગત સોમવારની બતાવવામાં આવી રહી છે, જયારે રામેશ્વરમથી ફૈજાબાદ જનારી શ્રધ્ધા સેતુ એક્સ્પ્રેસ ટ્રેન એગમોર રેલ્વે સ્ટેશન પરથી રવાના થઇ હતી.
જો કે આ સમયે ટ્રેનએ થોડી સ્પીડ પકડવાની સાથે જ એક યાત્રી ટ્રેનના જનરલ કોચમાં ચડવા માટે કોશિશ કરી હતી. આ દરમિયાન યાત્રીનો પગ લપસી પડ્યો હતો અને તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હોત. પરંતુ ત્યાં ઉપસ્થિત RPFના એક કોન્સ્ટેબલે મુસાફરને બચાવી લીધો હતો અને ખેંચીને દૂર લઈ ગયા હતા.
આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી અને તેનો વીડિયો ન્યુઝ એજન્સી ANI દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
