Not Set/ જમ્મુ-કાશ્મીર/ શોપિયામાં હિઝબુલ મુજાહિદ્દીનનાં વધુ 3 આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન વધુ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળો સાથે ક્રોસ ફાયરીંગમાં હિઝબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આ આતંકીમાં પૂર્વે પોલીસમાંથી ફરાર થયેલો આતંકી પણ શામેલ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ શોપિયાં જિલ્લાનાં વચી વિસ્તારમાં […]

Top Stories India

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન વધુ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળો સાથે ક્રોસ ફાયરીંગમાં હિઝબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આ આતંકીમાં પૂર્વે પોલીસમાંથી ફરાર થયેલો આતંકી પણ શામેલ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ શોપિયાં જિલ્લાનાં વચી વિસ્તારમાં ઘેરોનો ઘેરાવો કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકીની ભાળ મળી જતા આતંકવાદીઓને સમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ બંને પક્ષે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું.

તેમણે કહ્યું, ‘એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમાંથી એકની ઓળખ આદિલ અહેમદ તરીકે થઈ છે. તે એક વિશેષ પોલીસ અધિકારી હતો જેણે 2018 માં દળ છોડી દીધુ હતું અને સાચી એકે રાઇફલો લઇને વચીના તત્કાલીન ધારાસભ્ય એજાઝ અહમદ મીરના સત્તાવાર નિવાસસ્થાનથી ભાગી છટ્યો હતો. તેમણે કહ્યું કે, બાકીના બે આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

આ પહેલા જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એક એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળો દ્વારા એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો.સુરક્ષા દળોએ આતંકવાદી પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મેળવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે આતંકવાદીની હાજરી અંગે બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ અવંતિપુરાના ચૂરાસ્વા ગામે સીઝ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકીની ઓળખ શાહિદ તરીકે થઈ છે, જે અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારનો રહેવાસી હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.