Murder/ ડીસાનાં જાણીતા CA એ રૂ. 2 લાખમાં પત્નીને જાનથી મારી નાખવાનું રચ્યું કાવતરું

પત્ની ને મોત ને ઘાટ ઉતારતા પહેલા લીધો રૂ 60 લાખનો વીમો. પત્ની ને મોત ને ઘાટ ઉતારતા પહેલા પત્ની ના નામે મકાનની લોન કરાવી.

Gujarat Others

બનાસકાંઠાનાં ડીસામાં એક CA એ પોતાની પત્નીને અકસ્માતમાં ટક્કર મારીને જાનથી મારી નાખવાની સોપારી આપી હોવાનો ખુલાસો થયો છે. CA ની પોલીસે ધરપકડ કરી દીધી છે. વળી બીજી તરફ અકસ્માત કરવા મિત્રને રૂપિયા આપ્યાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જો કે હત્યા પત્ની ગમતી ન હોઈ અને રૂ. 60 લાખનો વીમો પાસ કરાવવા કરી હોવાની કબૂલાત CA દ્વારા કરવામાં આવી છે.

બનાસકાંઠાનાં ડીસાનાં જાણીતા CA લલિત માળીનાં લગ્ન દક્ષાબેન સાથે દશ વર્ષ અગાઉ થયા હતા. લગ્ન જીવન દરમિયાન એક 5 વર્ષનો પુત્ર અને એક 13 માસની પુત્રી સાથે તેઓ ડીસાનાં ક્રિષ્ના બેંગ્લોઝમાં રહેતા હતા. જણાવી દઇએ કે, CA લલિત માળીને પોતાની પત્ની ગમતી ન હોઈ અવારનવાર બન્ને વચ્ચે ઝગડા થતા હતા અને તું ગમતી ન હોઈ પિયર જતી રહે તેવું કહેવામાં આવતું હતું, પંરતુ દક્ષાબેન બાળકોનું વિચારીને પિયર જવા તૈયાર ન હોતા. જેથી CA લલિત માળીએ પત્નીનો રસ્તો કરી દેવા તેના મિત્ર કીર્તિ માળીને વાત કરી હતી અને આયોજન કરી પત્ની દક્ષાબેનને મોતને ઘાટ ઉતારતા પહેલા પૈસા ભેગા કરવા પ્લાન બનાવી પહેલા LIC માંથી રૂ. 60 લાખનો વીમો લીધો હતો. ત્યારબાદ 17 લાખની કિંમતની ક્રેટા ગાડી દક્ષાબેનનાં નામે લાવી હતી અને ક્રિષ્ના બેંગ્લોઝમાં લીધેલા મકાનની લોન માટે પણ દક્ષાબેનનાં નામે કાગળો તૈયાર કર્યા હતા.

જો કે બાદમાં પ્લાન મુજબ 26 ડીસેમ્બરનાં રોજ વહેલી સવારે ગેળા હનુમાનજીનાં દર્શન કરવા પગપાળા નીકળ્યાં હતા અને કાપરા ગામ પાસે CA લલિત માળી પત્ની ને આગળ ચાલવા દઈ પોતે પાછળ રહ્યા હતા અને જે સમયે આયોજન મુજબ સ્વીફ્ટ ગાડી આવી દક્ષાબેન ને ટક્કર મારી હતી, જેથી દક્ષાબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જો કે ભીલડી પોલીસે પ્રથમ અકસ્માત નો ગુન્હો નોંધી વધુ તપાસ કરતા અને શંકાઓ જતા ભીલડી પી એસ આઈ આશાબેન શાહ એ ઊંડી તપાસ કરતા કોલ ડિટેલ માં વહેલી સવારે થયેલ ફોન બાબતે કડક પૂછપરછ કરતા CA લલિત માળી ભાગી પડ્યો હતો અને પોતે રૂ 2 લાખ મિત્ર કીર્તિ માળી ને આપી ટક્કર મારવા કહ્યું હતું અને કીર્તિ એ પણ અન્ય વ્યક્તિ ને તૈયાર કરી સ્વીફ્ટ ગાડી થી ટક્કર મરાવી હોવાની આરોપી CA એ કબૂલાત કરી હતી જેથી ભીલડી પોલીસ એ આરોપી CA લલિત માળી ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.આ બાબતે ડી વાય એસ પી પી એચ ચૌધરી એ જણાવ્યું હતું કે પત્ની ગમતી ન હોઈ અકસ્માત કરી ને મરાવી દીધી હતી અને જે પેટે આરોપી CA લલિત માળી એ રૂ બે લાખ આપ્યા હતા સાથે વીમા ના પૈસા પણ મળી જાય તેવો પ્લાન ઘડ્યો હતો.

અકસ્માત બાદ CA લાલિત માળી કોઈને શક ન જાય તે માટે મૃતક પત્ની દક્ષાબેન ની આંખો નું ચક્ષુદાન પણ કર્યું હતું અને સમાજ ની ગૌશાળા, શિક્ષણમાં દાન આપી પોતાના પર શક ને કરે તેવું કર્યું હતું, પરંતુ આખરે એકમાસ બાદ સમગ્ર ભાંડો ફૂટતા CA ની કરતૂતો પકડાઈ જવા પામી છે. જો કે હાલ પોલીસે અન્ય આરોપીઓની અને સ્વીફ્ટ ગાડીની શોધખોળ હાથ ધરી છે. ભીલડી પોલીસે આરોપી લલિત માળીની વધુ પૂછપરછ હાથ ધરી છે. સાથે અકસ્માત કરનાર ગાડી તેમજ અન્ય કેટલાક આરોપી સામેલ હતા સાથે હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે કે કેમ તે બાબતની પૂછપરછ માટે કોર્ટ પાસેથી 7 દિવસનાં રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે કોર્ટે 6 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર, રિમાન્ડ દરમિયાન અનેક નવા ખુલાસા થઈ શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો