Election/ જમાલપુરની રાજનીતિમાં ભૂકંપ, ધારાસભ્યના વલણથી અનેક યુવા નેતાઓ થયા નારાજ

ચર્ચાનો વિષય બનેલા જમાલપુરના ધારા સભ્ય ઇમરાન ખેડાવાળાથી એક પછી એક અનેક યુવા નેતાઓ નારાજ થતા જઈ રહ્યા છે.

Ahmedabad Gujarat

ચર્ચાનો વિષય બનેલા જમાલપુરના ધારા સભ્ય ઇમરાન ખેડાવાળાથી એક પછી એક અનેક યુવા નેતાઓ નારાજ થતા જઈ રહ્યા છે. સૌ પ્રથમ જમાલપુરનાં નેતા શાહ નવાઝ શેખ અને સહેજાદ સૈયદ ત્યાર બાદ ફરહાન ખાન અને હવે અમદાવાદ યુથ કોંગેસના જનરલ સેકેટરી સોહેલ ખાન પણ ઇમરાન ખેડાવાળાની રાજનીતિની સામે પોતાનો ભારે રોષ વ્યક્ત કર્યો છે.અને ધારાસભ્યના વિરોધ કરતા પોસ્ટરો જમાલપુરના ગાજીપીર, કાંચની મસ્જિદ, હૈદરી મેદાન , વહોરવાડ ખાતે લગાડવામાં આવ્યા છે.

સોહેલ ખાને મંતવ્ય ન્યુઝને જણાવ્યું હતું કે, “જમાલપુરમાં પેરાશુટ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જયારે જમાલપુરમાંથી 10 જેટલા લોકલ ઉમેદવારોએ ટિકિટ માંગી હતી તેમાંથી એક પણ વ્યક્તિને ટિકિટ આપવામાં આવી નથી.” સોહેલ ખાને ઇમરાન ખેડાવાળાની સામે આક્ષેપ લગાવતા વધુમાં જણાવ્યું હતું કે” અમે લોકલ નેતાઓએ અગાઉના ઇલેક્શનમાં ખુબજ મહેનત કરી હતી અને તેના લીધે જ જમાલપુરમાં કૉંગેસની સીટ આવી હતી. ઇમરાન ભાઈએ અમારી મહેનત ઉપર પાણી ફેરવીને પોતાની મરજીનું કરે એવા ઉમેદવારોને ટિકિટ અપાવી છે. અને આવા ઉમેદવારો ચોક્કસ પણે હારવાના જ છે. અને તેનો સીધો ફાયદો ભાજપને થશે.એટલુંજ નહીં આ વખતના ઇલેક્શનમાં મને ટિકિટ ન મળતા હું અને મારા 2000 જેટલા જમાલપુરના કાર્યકર્તાઓ પાર્ટી માટે કોઈ ભાગદોડ નથી કરવાના અને સંપૂર્ણ નિષ્ક્રિય ભાગ ભજવાના છીએ. જેનાથી પાર્ટીને ખુબ મોટું નકુશાન થશે.”

ઉલ્લેખનીય છે કે , ઘણા સમયથી જમાલપુરની સીટને કૉંગેસનું ગઢ માનવામાં આવે છે.આ સીટમાં કોઈ પણ ઉમેદવાર કૉંગેસ તરફથી ઉભું રહે તો તે જીતીને જ આવતો હોય છે. પરંતુ, આ વર્ષની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇમરાન ખેડાવાળાની ટીમના સભ્યો જ હવે તેમની કામગીરીથી ભારે રિસાઈ ગયા છે. અને ટિકિટ વહેંચણીના નિર્ણયથી યુવાનેતા તો ઠીક સાથે સાથે જમાલપુરમાં ચારે તરફ લોકો ધારાસભ્યનો વિરોધ કરી રહ્યા છે.યુવા કોંગેસના જનરલ સેકેટરી સોહેલ ખાનને પોતાનો વિરોધ દેખાડવા માટે જમાલપુરના ગાજીપીર દરગાહ, કાંચની મસ્જિદ, કોટની રાંગ, વહોર વાડ, હૈદરી મેદાન, મોટાંબમ્બા, ચંપામીલની ચાલી, ખારું ના નાળા તેમજ ખાનપુરમાં “ધારાસભ્યે વોટ લેવા પ્રવેશવું નહીં ” જેવા પોસ્ટર ચોંટાડ્યા છે. જમાલપુરમાં વોસ્ટર વૉર શરૂ થતા જ હવે જમાલપુરની રાજનીતિમાં ભારે ગરમાવો આવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આગળના દિવસોમાં કેવા કેવા દ્રશ્યો જમાલપુરમાં જોવા મળી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો