OMG!/ એક કિશોર પ્લેનના લેન્ડિંગ ગિયરમાં સંતાઈને કેન્યાથી બ્રિટન પહોંચ્યો,અને પછી…

આપણે જીવનમાં ઘણી વખત એવા કિસ્સાઓના સાક્ષી બનતા હોઈએ છીએ કે તે સાંભળી અને આશ્ચર્યમાં મુકાઇ જવાય છે.કેન્યાના નૈરોબી એરપોર્ટથી શુક્રવારે એક કાર્ગો પ્લેન તુર્કી અને બ્રિટન થઈને

Top Stories Trending
1

 આપણે જીવનમાં ઘણી વખત એવા કિસ્સાઓના સાક્ષી બનતાહોઈએ છીએ કે તે સાંભળી અને આશ્ચર્યમાં મુકાઇ જવાય છે.કેન્યાના નૈરોબી એરપોર્ટથી શુક્રવારે એક કાર્ગો પ્લેન તુર્કી અને બ્રિટન થઈને નેધરલેન્ડ પહોંચ્યું હતું. એટલે કે કુલ 8 હજાર કિમીની યાત્રા કરી હતી. પ્લેનના લેન્ડિંગ ગિયરમાં 16 વર્ષનો એક છોકરો સંતાયો હતો. પરંતુ તેના કિસ્સામાં રામ રાખે તેને કોણ ચાખે…ની કહાવત જાણે અક્ષરસઃ સાચી પડી છે. જેમ હવે તે નેધરલેન્ડના માસ્ત્રિખ્ત શહેરમાં એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જોકે તે બચી ગયો તે મોટી બાબત ગણી શકાય તેવું તબીબોનું કહેવું છે.                                                                                                                    (પ્રતિકાત્મક તસવીરો)

Image result for image of landing plane kenya to britain

Statement / અયોધ્યામાં રામ મંદિર નહી પણ વિહિપનું કાર્યાલય બની રહ્યુ છે : શંકરાચાર્ય

આ અંગે સ્ટફ નેઝએ એક રિપોર્ટમાં આ ઘટનાની માહિતી આપી છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, બુધવારે કેન્યાના નૈરોબીથી Airbus A330કાર્ગો ફ્લાઈટે ટેકઓફ કર્યું હતું. કોણ જાણે કેવી રીતે 16 વર્ષનો એક કેનિયાઈ છોકરો તેના લેન્ડિંગ ગિયરમાં સંતાઈ ગયો હતો. તુર્કી અને બ્રિટનમાં તો પ્લેનના હોલ્ટ પણ થયા હતાં.બ્રિટન પછી આ ફ્લાઈટ શુક્રવારે બપોરે નેધરલેન્ડના માસ્ત્રિખ્ત એરપોર્ટ પર પહોંચી હતી. અહીં જ્યારે એન્જિનીયર્સે પ્લેન ચેક કર્યું તો લેન્ડિંગ ગિયરમાં આ છોકરો જોવા મળ્યો હતો. તેને બહાર કાઢવામાં આવ્યો અને પછી ચેકઅપ માટે હોસ્પિટલ મોકલી દેવાયો હતો.

Image result for image of landing plane kenya to britain

Covid-19 / રાજ્યની જનતા હવે કોરોનાને કહેવા લાગી છે બાય-બાય, છેલ્લા 24 કલાકનાં આંકડા…

રામ રાખે તેને કોણ ચાખે… ઉક્તિને સાર્થક કરી

આ ખાનગી કંપનીના રિપોર્ટે આ છોકરાનું નામ જણાવ્યું નથી. પરંતુ મેડિકલ એક્સપર્ટ્સના હવાલાથી એ જરૂર જણાવાયું છે કે આટલી લાંબી સફરથી તેને હાઈપોથર્મિયા થઈ ગયો છે,જે એક મેડિકલ ક્ષેત્રમાં કહેવાથી શરીરની શિથિલતાનું નામ છે. આ ત્યારે થાય છે જ્યારે કોઈ કારણથી બોડી ટેમ્પરેચર જોખમી સ્તર સુધી ઓછું થઈ જાય. આનાથી નસો જામ થઈ શકે છે અને મોત પણ થઈ શકે છે. ડોક્ટર્સ હેરાન છે આ જીવતો કેવી રીતે બચી ગયો.

Image result for A teenager hid in the landing gear of a plane and arrived in Britain from Kenya, and then ...

હજુ પણ જીવે છે તે કુદરતનો ચમત્કાર

નેધરલેન્ડના એવિએશન એક્સપર્ટ્સ એ શોધ કરવામાં લાગી ગયા છે કે તે એરક્રાફ્ટ સુધી કેવી રીતે પહોંચ્યો? આટલી લાંબી મુસાફરીમાં તેના સંતાયા હોવાની જાણ કેમ ન થઈ?ફ્લાઈટ મોટાભાગનો સમય 38 હજાર ફુટની ઊંચાઈ પર હતી. આ ઊંચાઈ પર ઓક્સિજન લેવલ ઘણું ઓછું હોય છે. એવામાં જીવતું રહેવું લગભગ અશક્ય છે.બીજી એક વાત જ્યારે એરક્રાફ્ટ લેન્ડ કરે છે તો વ્હીલ્સ ખુલે છે. કોઈ સંતાયું હોય તો પણ જમીન પર પડીને મરી શકે છે. તેની સાથે એવું પણ ન બન્યું હતું. એક અધિકારીએ કહ્યું કે, હું તો આ છોકરાને બચી જવું એ કુદરતનો ચમત્કાર જ ગણી શકો.આ છોકરાએ શુક્રવારે કહ્યું- હું એકદમ મજામા છું.કેન્યામાં મારા પરિવાર સાથે વાત કરવા માંગું છું.

Election / રાજેન્દ્ર ત્રિવેદીને વોર્ડ પ્રભારી બનાવાતા વિવાદ

એરપોર્ટ પર ઘટેલી આ પ્રકારની ઘટના પ્રથમ વખત નથી ઘટી.પહેલા પણ બે વખત આવું બન્યું છે, દર વખતે લાશ મળી હતી.2019માં કેન્યા એરવેઝની એક ફ્લાઈટમાં કંઈક આવી ઘટના બની હતી. આ ફ્લાઈટ લંડનના હીથ્રો એરપોર્ટ પર પહોંચી હતી. લેન્ડિંગ પહેલા સનબાથ લઈ રહેલી એક વ્યક્તિએ ફોન કરીને ઓથોરિટીને જણાવ્યું કે, લેન્ડિંગ ગિયરમાં કોઈ લટક્યું છે.1997માં પણ આવું બન્યું હતું. આ વખતે પણ ફ્લાઈટ નૈરોબીથી જ આવી હતી. જે બ્રિટનના ગેટવિક એરપોર્ટ પર લેન્ડ થઈ. જેના આગળના લેન્ડિંગ પાર્ટ પર એક કેનિયનની લાશ મળી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…