પ્રખ્યાત અભિનેત્રી અંકિતા લોખંડે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળી રહી છે અને સતત તેના ધમાકેદાર વિડીયો શેર કરી રહી છે. તાજેતરમાં જ શાહરૂખ ખાન-દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ના હિટ ગીત ‘તિતલી’ પર શાનદાર ડાન્સ કર્યા બાદ હવે તેણે માધુરી દીક્ષિતના પ્રખ્યાત ગીત ‘ધક ધક’ પર ઠુમકા લગાવ્યા છે. તેનો વિડીયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : ‘ગંદી બાત’ ફેમ એક્ટ્રેસની ધરપકડ, વેબસાઇટ પર અશ્લીલ વીડિયો અપલોડ કરવાનો લાગ્યો આરોપ
આ વિડીયોમાં અંકિતાના ડાન્સ મૂવ્સ અદ્ભુત છે. પીળા રંગની સાડીમાં અંકિતા ગ્લેમરસ લાગી રહી છે. વિડીયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું – “એક કલાકાર હંમેશા કલાકાર હોય છે, પછી ભલે તે નાની સ્ક્રીન પર પ્રદર્શન કરે અથવા ઇન્સ્ટાગ્રામ રીલ પર.” આ સાથે અંકિતાએ એમ પણ કહ્યું છે કે તે માધુરી દીક્ષિતની ફેન છે.
View this post on Instagram
આ પહેલા અંકિતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણના ‘ચેન્નઈ એક્સપ્રેસ’ ના ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી. આ વીડિયોમાં અંકિતા લોખંડે વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી હતી.
આ પણ વાંચો : અલ્લુ અર્જુનની વેનિટી વાન ફૈલ્કનનો થયો અકસ્માત,માંડ માંડ બચ્યા સુપરસ્ટારના મેકઅપ આર્ટિસ્ટ
View this post on Instagram
અંકિતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ તેની ખૂબ ચર્ચા થઈ હતી. તેમણે સુશાંતના પરિવારને પૂરું સમર્થન આપ્યું હતું અને અંતમાં અભિનેતા માટે અનેક પ્રસંગો પર ન્યાય માંગ્યો હતો.
આ પણ વાંચો : શહનાઝ ગિલે કાશ્મીરી ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, Look જોઈ ચાહકો થયા દીવાના
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
