Tips/ ઘરની દિવાલ પર પડેલા ડાઘને આ રીતે કરશો દૂર તો એકદમ નવી જ બની જશે

તેલના ડાઘ એવા હોય છે કે તેને દૂર કરવા ખૂબ મુશ્કેલ હોય છે. દિવાલો પર તેલના ડાઘ ખૂબ ખરાબ લાગે છે સાથે જ તેની લોકો પર ખરાબ અસર પડે છે. ઘણી વખત ઘરે નાના બાળકો દિવાલો પર તેમના હાથ લગાવે છે. લોકો સામાન્ય રીતે આ ડાઘને સાબુ વગેરેથી દૂર કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેમ […]

Lifestyle

તેલના ડાઘ એવા હોય છે કે તેને દૂર કરવા ખૂબ મુશ્કેલ હોય છે. દિવાલો પર તેલના ડાઘ ખૂબ ખરાબ લાગે છે સાથે જ તેની લોકો પર ખરાબ અસર પડે છે. ઘણી વખત ઘરે નાના બાળકો દિવાલો પર તેમના હાથ લગાવે છે. લોકો સામાન્ય રીતે આ ડાઘને સાબુ વગેરેથી દૂર કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેમ છતાં તે દૂર થતા નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલીક એવી ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે સરળતાથી તેલના ડાઘને દૂર કરી શકો છો. ચાલો જાણીએ આ ટિપ્સ વિશે…

Image result for wall stain remover

સફેદ વિનેગરમાં એક સ્પોન્જ ડૂબાડો અને તેમાથી વધારે પાણીને નીચવો. પછી દિવાલને સ્પોન્જથી સાફ કરો. ડાઘ સાફ થયા પછી દિવાલને સાફ કપડાથી સાફ કરો.

પાણીમાં કોર્નફ્લોર નાખીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તેલના ડાઘ પર લગાવો અને થોડી વાર માટે રહેવા દો. ત્યારબાદ ભીના કપડાથી દિવાલને સાફ કરો.

Image result for wall stain remover

જો દિવાલ પર તેલ અથવા માર્કરના ડાઘ જોવા મળે તો ટિશ્યુ પેપરને વાળીને દિવાલ પર લગાવો અને ગરમ ઈસ્ત્રીને ટિશ્યુ પેપરને તેના પર રાખવાથી દિવાલ પર લાગેલું તેલ ગરમ થશે અને ટિશ્યુ પેપર તેને શોષી લેશે જેથી દિવાલ પર તેલના ડાઘ સરળતાથી દૂર થઇ જશે.

આ પણ વાંચો- તમારી આંખો પર મસ્કરા કે કાજલ ફેલાઇ જાય છે તો લગાવતા પહેલા આ વસ્તુનો કરો ઉપયોગ, ક્યારેય નહીં ફેલાઇ

તમે ડાઘવાળી દિવાલ પર મેચિંગ વોલ પેઇન્ટ લગાવીને ડાઘને છુપાવી શકો છો, આ માટે તમારે વધારે મહેનત કરવી પડશે નહીં અને સરળતાથી તમે દિવાલો પર ડાઘથી છૂટકારો મેળવી શકો છો.

Image result for wall stain remover

દિવાલ પર તેલ પરના નિશાનને દૂર કરવા માટે સાબુનો ઉપયોગ કરી શકો છો, એક કપમાં વોશિંગ લિક્વિડને પાણીમાં મિશ્રણ કરી દિવાલ પર ઘસો.