Election/ રાજ્ય ચૂંટણી આયોગે બહાર પાડી SOP, જાણો પૂરી વિગત

રાજ્યમાં નજીકનાં દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે. જેને લઇને પૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કે આ પહેલા પણ ચૂંટણીને લઇને તૈયારીઓ કરવામાં જ આવતી હતી

Gujarat Others
  • ગાંધીનગર રાજ્ય ચૂંટણી આયોગે બહાર પાડી SOP
  • મત ગણતરી માટે બહાર પાડી SOP
  • મતગણતરી દરમિયાન covid-19 પાલન કરવું પડશે
  • હોલમાં 7 કરતાં વધુ ગણતરીના ટેબલને મંજૂરી નહીં
  • વધારાના ચૂંટણી મદદનીશ અધિકારીઓની અલગ વ્યવસ્થા
  • અલગ હોલમાં મત વિસ્તારની મતગણતરીની વ્યવસ્થા
  • કર્મચારી અધિકારીઓને માસ્ક ફરજિયાત પહેરવા
  • મતગણતરી કેન્દ્ર બહાર એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવી
  • મતગણતરી મોટા હોલની પસંદગી કરવાની રહેશે
  • મતગણતરી પહેલા સ્થળને સેનેટાઈઝર કરવાનું રહેશે
  • સભા કે સરઘસ મતગણતરીના સ્થળે કરી શકશે નહીં
  • EVM મતગણતરી કરીને સેનેટાઇઝ કરી સ્ટ્રોંગ રૂમમાં મુકવા

રાજ્યમાં નજીકનાં દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે. જેને લઇને પૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કે આ પહેલા પણ ચૂંટણીને લઇને તૈયારીઓ કરવામાં જ આવતી હતી પરંતુ આ વખતની ચૂંટણી કોરોનાવાયરસ દરમિયાન થઇ રહી છે, જેના કારણે ગાંધીનગરમાં ચૂંટણી આયોગ દ્વારા SOP બહાર પાડવામાં આવી છે.

જે મુજબ અનેક વ્યવસ્થાઓ કરવામાં આવશે. જેવી કે મતગણતરી પહેલા સ્થળને સેનેટાઈઝર કરવાનું રહેશે. મતગણતરી દરમિયાન કેન્દ્ર બહાર એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવી પડશે. મતગણતરી માટે વધારાના ચૂંટણી મદદનીશ અધિકારીની નિમણૂંક કરવાની રહેશે. આ ઉપરાંત હોલમાં 7 કરતા વધુ ગણતરીનાં ટેબલને મંજૂરી આપી શકાશે નહી. ચૂંટણી મદદનીશ અધિકારીઓની અલગ વ્યવસ્થા કરવામાં આવશે. અલગ હોલમાં જ મત વિસ્તારની ગણતરી કરવામાં આવશે. EVM મતગણતરી કરીને સેનેટાઇઝ કરી સ્ટ્રોંગ રૂમમાં મુકવા. કર્મચારીઓએ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. આ ઉપરાંત સભા કે સરઘસ મતગણતરીનાં સ્થળે કરી શકાશે નહિ.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ