@રવિ નિમાવત, મંતવ્ય ન્યૂઝ – મોરબી
કહેવાય છે ને ડોક્ટર ભગવાન સમાન હોય છે . દર્દી ડોક્ટરને સમાન ગણતી હોય છે . ત્યારે ક્યારેક ડોકટર પણ શેતાન સ્વરૂપ ધારણ કરતાં હોય છે . ત્યારે મોરબી જિલ્લાના આમરણ ગામે આવી એક ઘટના સામે આવી છે. જેમાં ડોક્ટરએ મહિલાની છેડતી કરી હોવા નું જાણવા મળી રહ્યુ છે.
મોરબીના આમરણ ગામે ખાનગી કલીનીક ચલાવી પ્રેક્ટીસ કરતા એક ડોક્ટર દ્વારા મહિલાની છેડતી કરવામાં આવી હોય જેથી હંગામો મચી ગયો હતો અને ટોળું એકત્ર થયું હતું. આખરે ડોકટરે માફી માનું લખી દેતા મામલો થાળે પડ્યો હતો. આમરણ ગામે કલીનીક ચલાવતા ડો. રૈયાણીએ એક મહિલા દર્દી સાથે છેડતી કરી હોવાની વાત મહિલાના પરિવારને માલૂમ પડતા ક્લીનીકે પહોંચ્યા હતા અને ટોળું એકત્ર થઇ ગયું હતું. જેથી ડોક્ટર ગાડી મૂકી નાસી ગયા હતા. જોકે ગ્રામજનોએ ડોક્ટરને ઝડપી લીધો હતો અને મેથી પાક પણ ચખાડ્યો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ટોળું એકત્ર થઇ જતા ડોક્ટરની અક્કલ ઠેકાણે આવી હતી અને ડો. રૈયાણીએ માફી નામું લખી આપ્યું હતું. જેમાં તેને માફી માંગી બીજી વખત આવું નહિ કરવા બાહેંધરી પણ આપતા આખરે મામલો થાળે પડ્યો હતો તો બનાવ અંગે પોલીસમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી આમરણ ગામમાં ડોક્ટર દ્વારા મહિલાની છેડતીનો બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો અને આમરણની બજારમાં ઘણો સમય સુધી હંગામો પણ જોવા મળ્યો હતો જોકે આખરે ડોકટરે માફી માંગી લેતા મામલો હાલ થાળે પડ્યાની માહિતી પ્રાપ્ત થઇ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
