તેલંગાણાની માનસા વારાણસીએ 23 વર્ષની ઉંમરે વીએલસી (VLCC) ફેમિના મિસ ઈન્ડિયા 2020 (Femina Miss India 2020) નો ખિતાબ જીત્યો છે. ફેમિના મિસ ઈન્ડિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વીએલસીસી ટોપ 3 વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. માનસા વારાણસી, માન્યા સિંહ અને મનિકા શોકંદે આ વર્ષે ટોપ 3 માં સ્થાન મેળવ્યું છે.

માનસા વારાણસીએ વિજયનો તાજ પહેર્યો છે. માનસા 23 વર્ષની છે અને તેણી તેલંગણાની હૈદરાબાદની રહેવાસી છે.
માનસા આ પહેલા પણ મિસ તેલંગાનાનો ખિતાબ જીતી ચૂકી છે. તેણે વસવી કોલેજમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.

માનસા વારાણસી એફઆઈએક્સ સર્ટિફિકેશન એન્જિનિયર તરીકે કામ કરે છે. માનસાને પુસ્તકો, સંગીત, નૃત્ય અને યોગ વાંચન વગેર પસંદ છે.
માનસાએ ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તે કેટલાક બાળકોની શિક્ષિકા પણ બની હતી. આ બાળકો સાથેની મુલાકાત વિશે જણાવતી વખતે માનસાએ કહ્યું કે તેમને લાગ્યું કે દરેક હાસ્ય અને દરેક ક્રિયા પાછળ એક કહાની છે. આ કહાની ઘણીવાર ખુશી માટે હોય છે તો ક્યારેક દુખી માટે હોય છે.

તેણીએ આ વાતચીતમાં જણાવ્યું હતું કે તે વધુને વધુ બાળકો સુધી પહોંચવા માંગે છે અને સલામત રહેવાનો અનુભવ આપવા માંગે છે કારણ કે માનસિક આરોગ્ય આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
