Entertainment News/ મલાઈકાની રેસ્ટોરન્ટ પાર્ટીમાં મિસ્ટ્રી મેનનો જાદુ! ગળે મળીને વરસાવ્યો પ્રેમ, શું આ છે નવો બોયફ્રેન્ડ?

Malaika અરોરા તાજેતરમાં તેની નવી રેસ્ટોરન્ટની લોન્ચ પાર્ટીમાં ‘સ્પ્લિટ્સવિલા’ ફેમ સોરાબ બેદી સાથે જોવા મળી હતી. બંનેનો ગળે મળતો અને ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેનાથી નવી ડેટિંગની અફવાઓ શરૂ થઈ છે.

Trending Entertainment
Malaika

Malaika Arora Viral Video: બોલિવૂડની ફિટનેસ ક્વીન મલાઈકા (Malaika) અરોરા પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ બાદ મલાઈકાનું નામ અનેક લોકો સાથે જોડાઈ ચૂક્યું છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર મલાઈકાનો એક નવો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે એક મિસ્ટ્રી મેન સાથે અત્યંત આરામદાયક અને કોઝી (Cozy) જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ અટકળો લગાવી રહ્યા છે કે શું મલાઈકાને નવો પ્રેમ મળી ગયો છે? વાયરલ વીડિયો અને મિસ્ટ્રી મેન પાછળનું સત્ય.

Malaika

રેસ્ટોરન્ટ લોન્ચ પાર્ટીનો વીડિયો:

મલાઈકા અરોરાએ (Malaika) તાજેતરમાં જ તેની નવી રેસ્ટોરન્ટ માટે એક ભવ્ય લોન્ચ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં મલાઈકાના ઘણા નજીકના મિત્રો હાજર રહ્યા હતા. વાયરલ ક્લિપમાં મલાઈકા એક શખ્સ સાથે હાથમાં હાથ નાખીને ડાન્સ કરતી અને તેને ગળે મળતી જોવા મળે છે. તેમની વચ્ચેની કેમિસ્ટ્રી જોઈને નેટિઝન્સમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

વીડિયોમાં જોવા મળતો આ મિસ્ટ્રી મેન હીરાના વેપારી હર્ષ મહેતા નથી, પણ ‘સ્પ્લિટ્સવિલા’ (Splitsvilla) ફેમ સોરાબ બેદી (Sorab Bedi) છે. સોરાબ બેદી એક લોકપ્રિય મોડલ અને રિયાલિટી શો સ્ટાર છે. પાર્ટીમાં મલાઈકા અને સોરાબની નિકટતા જોઈને લોકોએ તેમને નવા કપલ ગણાવવાનું શરૂ કરી દીધું છે.

Malaika

હર્ષ મહેતા સાથેનું જોડાણ:

થોડા સમય પહેલા મલાઈકા (Malaika) ને મુંબઈમાં એક કોન્સર્ટમાં 33 વર્ષીય ડાયમંડ મર્ચન્ટ હર્ષ મહેતા સાથે જોવામાં આવી હતી, જેના કારણે તેમના ડેટિંગની અફવાઓ ઉડી હતી. જોકે, આ નવા વાયરલ વીડિયોએ હવે સોરાબ બેદી સાથેનું નવું કનેક્શન સામે લાવ્યું છે.

તાજેતરમાં જ મલાઈકાની ઈટલીના ટ્રેવી ફાઉન્ટેન પાસેની એક સેલ્ફી પણ વાયરલ થઈ હતી. ફેન્સનું માનવું હતું કે મલાઈકાએ વેલેન્ટાઈન્સ ડે તેના નવા પાર્ટનર સાથે વિતાવ્યો છે. જોકે, મલાઈકાએ હજુ સુધી કોઈ પણ સંબંધ વિશે સત્તાવાર પુષ્ટિ કરી નથી.

Malaika

Malaika નો અગાઉનો ખુલાસો:

મલાઈકાએ (Malaika) એક ઈન્ટરવ્યુમાં અફવાઓ પર મૌન તોડતા કહ્યું હતું કે, “લોકોને વાતો કરવી ગમે છે. હું જ્યારે પણ મારા જૂના મિત્ર, મેનેજર કે કોઈ ગે ફ્રેન્ડ સાથે બહાર જાઉં છું, ત્યારે મારું નામ તેમની સાથે જોડી (Afair) દેવામાં આવે છે. હવે તો આ બધું હસવા જેવું લાગે છે.”

મલાઈકા અરોરા (Malaika) હંમેશા પોતાની મરજી મુજબ જીવવામાં માને છે અને અફવાઓની પરવા કર્યા વગર પોતાની લાઈફ એન્જોય કરે છે. મનોરંજન જગતમાં દેખાય છે તે બધું હંમેશા સત્ય હોતું નથી, ઘણીવાર આ માત્ર મિત્રતા કે પબ્લિસિટી સ્ટન્ટ પણ હોઈ શકે છે.


આ પણ વાંચો:સમય ઘણો કઠિન છે”; જંગ વચ્ચે વિદેશમાં અટવાયેલી ઈશા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર કરી ભાવુક પોસ્ટ

આ પણ વાંચો: રશ્મિકા મંદાનાએ શેર કરી લગ્નની પ્રથમ તસવીર! જુઓ ‘નેશનલ ક્રશ’નો બ્રાઈડલ લુક

આ પણ વાંચો:સુપરસ્ટાર માતાની હિટ દીકરી! 29 ની ઉંમરે જાનવી કપૂર બની કરોડોની માલકિન, સાઉથમાં પણ મચાવ્યો ધમાકો