ટીમ ઈન્ડિયાની પ્રથમ ટેસ્ટ મેચમાં હાર મળ્યા બાદ ઘણી ટીકાઓ કરવામા આવી રહી છે. ખાસ કરીને કેપ્ટન કોહલીને કેપ્ટનશીપ છોડી દેવા અંગે સોશિયલ મીડિયામાં લોકો ખૂબ ચર્ચાઓ કરી રહ્યા છે. આ વચ્ચે બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ અને ખાસ કરીને કેપ્ટન કોહલીએ પોતાનો દમખમ બતાવો જ પડશે. આપને જણાવી દઇએ કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત 4 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ શનિવાર (13 ફેબ્રુઆરી) થી ચેન્નાઈનાં મેદાન પર રમાવાની છે.
આ જ મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ભારતને 227 રનથી હરાવી શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. વળી જો ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટ મેચમાં જીત સાથે પરત ફરવા માંગે છે, તો કેપ્ટન વિરાટ કોહલી પણ સારુ બેટિંગ પ્રદર્શન આપી પોતાની સતત 4 મેચની હાર અટકાવવા માંગશે. કેપ્ટન વિરાટ કોહલીએ પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં 72 રનની બેટિંગ કરી હતી પરંતુ તે ટીમ માટે મેચ બચાવવામાં નિષ્ફળ ગયો હતો. આવી સ્થિતિમાં વિરાટ કોહલી પોતાનું ફોર્મ ચાલુ રાખવા માંગશે અને ટીમને બીજી ટેસ્ટ મેચમાં જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવવા માંગશે. ચેન્નાઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પાસે ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચવાની પણ તક છે.
જો કેપ્ટન વિરાટ કોહલી ચેન્નાઈનાં એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારવામાં સફળ રહેશે, તો તે કેપ્ટન તરીકે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં ટોચ પર પહોંચી જશે. જો વિરાટ કોહલી સદી ફટકારે છે, તો તે કેપ્ટન તરીકે તેની 42 મી આંતરરાષ્ટ્રીય સદી હશે જ્યારે એકંદરે 71 મી આંતરરાષ્ટ્રીય સદી હશે. હાલમાં, વિરાટ કોહલી અને રિકી પોન્ટિંગ 41 સદી સાથે ટોચ પર છે. આ યાદીની વાત કરીએ તો, કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 11,811 રન બનાવ્યા છે, જેમાં 188 મેચોમાં 41 સદી ફટકારી છે, જ્યારે રિકી પોન્ટિંગે 324 મેચોમાં 41 સદીની મદદથી 15,440 રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકાનાં પૂર્વ કેપ્ટન ગ્રેમ સ્મિથે, 286 મેચોમાં 33 સદી સાથે, ત્રીજા સ્થાને 14,878 રન બનાવ્યા છે, જ્યારે સ્ટીવ સ્મિથે 93 મેચોમાં 20 સદી સાથે 5,885 રન બનાવ્યા છે અને તે ચોથા સ્થાને છે.
Cricket / શ્રીસંતનું આઇપીએલ રમવાનું સપનું તૂટ્યું, હરાજીમાં ના મળ્યું સ્થાન
Cricket / ટીમ ઈન્ડિયા માટે આવ્યા Good News, ઈંગ્લેન્ડનાં આ ફાસ્ટ બોલરની બીજી ટેસ્ટ મેચમાંથી બાદબાકી
Cricket / T-20 સીરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમનું થયુ એલાન, સારા પ્રદર્શન બાદ પણ એલેક્સ હેલ્સને મુકાયો પડતો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
