Beware!/ વધુ એક બોગસ લેભાગુ વીમા કંપની મેદાનમાં આવી, ઇરડા એ નોટિસ જાહેર કરી આપી ચેતવણી

કોરોના કાળ અંતર્ગત લોકોની મુશ્કેલીઓનો ફાયદો ઉઠાવનારા  લેભાગુ તત્વો સક્રિય થયા છે, અને લોકોને અનેક રીતે શિકાર બનાવી તેમની સાથે નાણાંકીય છેતરપિંડી આચરી રહ્યા છે. હવે બજારમાં વધુ એક બોગસ વીમા કંપની

Top Stories India

કોરોના કાળ અંતર્ગત લોકોની મુશ્કેલીઓ નો ફાયદો ઉઠાવનારા લેભાગુ તત્વો સક્રિય થયા છે અને લોકોને અનેક રીતે શિકાર બનાવી તેમની સાથે નાણાંકીય છેતરપિંડી આચરી રહ્યા છે. હવે બજારમાં વધુ એક બોગસ વીમા કંપની પણ આવી ગઇ છે જે ખોટી રીતે લોકોને વાહનની વીમા પોલિસી (Insuranve Policy)ઓ વેંચી રહી છે. આ ભારતીય વીમા નિયામક ઇરડાએ લોકોને ચેતવ્યા છે.

Image result for image of insurance frauds

USA / બિડેન સરકાર 25,000 શરણાર્થીઓને અમેરિકા આવવા માટે આપશે હરી ઝંડી

આ અંગે વિગતવાર ઇરડાએ બેંગલુરુ સ્થિત ડિજિટલ નેશનલ મોટર ઇંશ્યોરન્સના  ઇંશ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (IRDAI) ની સાથે બેંગ્લોર સ્થિત સંસ્થા ડિજિટલ નેશનલ મોટર ઇંશ્યોરન્સ  સાથે ડીલિંગ કરવાને લઇને સતર્ક કર્યા છે.માહિતી પ્રકાશિત કરીને  IRDAIએ જાહેર નોટિસમાં કહ્યું છે કે ડિજિટલ નેશનલ મોટર ઇંશ્યોરન્સ કંપનીને ઇંશ્યોરન્સ વેચવા માટે કોઈ લાઇસન્સ અથવા પરવાનગી આપવામાં આવી નથી. તેથી, લોકોએ સાવધ રહેવું જોઈએ અને આ બોગસ મોટર ઇંશ્યોરન્સ કંપની દ્વારા કરવામાં આવતી છેતરપિંડીનો શિકાર બનવાથી બચવું જોઈએ. IRDAIએ ડીલિંગ કરવા અંગે સતર્ક કર્યા છે.

Image result for image of insurance frauds

Earthquake / દેશની રાજધાની દિલ્હીમાં આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા જાણી ચોંકી જશો તમે

 IRDAIએ જણાવ્યું હતું કે, તે IRDAIના ધ્યાનમાં આવ્યું છે કે #DNMI કો.લિમિટેડ દ્વારા સંચાલિત ડિજિટલ નેશનલ મોટર ઇન્સ્યોરન્સ નામની એક સંસ્થા છે તે બોગસ મોટર ઇંશ્યોરન્સ વેચે છે. તેની ઑફિસનું સરનામું પોર્ટલ ઑફિસ, કૃષ્ણ રાજા પુરમ, ઇંશ્યોરન્સ ઇન્ફો બિલ્ડિંગ, દેવાસન્દ્રા, બેંગલુરુ – 560036 છે. આ સાથે કંપનીની વેબસાઇટ https://dnmins.wixsite.com/dnmins અને ઇમેઇલ આઈડી [email protected] પરથી પોલીસીઓ વેચાઇ રહી છે. ઇંશ્યોરન્સ રેગ્યુલેટરે કહ્યું જો કે આ કંપનીને કોઇપણ પ્રકારની વીમા પોલીસી વેચવા માટે ઓથોરિટી દ્વારા લાયસન્સ નથી આપવામાં આવ્યું અથવા રજીસ્ટ્રેશન નથી આપવામાં આવ્યું.ઓથોરિટીએ લોકોને ઇંન્શ્યોરન્સ બિઝનેસને લગતા કોઇપણ ટ્રાન્જેક્શન M/s DIGITAL NATIONAL MOTOR INSURANCE સાથે ન કરવાની ચેતવણી આપી છે. નિયામકે વધુમાં જણાવ્યું કે, IRDAIએ જનતાને આગ્રહ કર્યો કે તે સચેત રહે અને આ સંસ્થા દ્વારા છેતરપિંડીનો ભોગ બનતા અટકે.

Political / TMC માંથી છેડો ફાડયા બાદ દિનેશ ત્રિવેદી ભાજપ સાથે મિલાવશે હાથ, ગુજરાત રાજ્યસભાની ચૂંટણી લડે તેવા સંકેત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…