શહેરના પોશ વિસ્તારોમાં મોટા ભાગે સોસાયટી અને બંગ્લોઝની સુરક્ષા માટે ખાનગી સિક્યુરિટી ગાર્ડને તૈનાત કરવામાં આવે છે જેથી કરીને દિવસ અને રાત્રીના સમયગાળા દરમિયાન કોઈ અણબનાવ ન બને. આવા સિક્યુરિટી ગાર્ડ સાથે તેમના માલિકો કેવી રીતના વ્યવહારો કરે છે તે દર્શાવતો એક બનાવ અમદાવાદના આનંદ નગર વિસ્તારમાં ગઈ કાલે બન્યો હતો.
આનંદ નગરમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા વ્યક્તિને તેની જ કંપનીના માલિકે ઢોર માર મારીને મોબાઈલ તોડી નાખવાની ફરિયાદ દાખલ થઇ છે. કેસની વિગત એવી છે કે આનંદ નગરમાં ઈશ્વર ચરણ એપાર્ટમેન્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા રાજકુમાર મિશ્રા ગઈ કાલે રાત્રે 9 વાગે પોતાની ડયુટી ઉપર હાજર હતા. તે દરમિયાન તેમની શુભમ સિક્યુરિટી કંપનીના માલિક શ્રવણ દુબે તેમની પાસે આવ્યા હતા. નજીવી બાબતમાં માલિકે સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરીને સિક્યુરિટી ગાર્ડને બેરહમી પૂર્વક માર મારીને તેમનો મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો. માલિકની દાદાગીરીથી ગભરાઈ ગયેલા સિક્યુરિટી ગાર્ડએ 100 નંબર ડાયલ કરીને પોલીસની ગાડી બોલાવી હતી. આનંદ નગર પોલીસે આરોપી શ્રવણ દુબેની સામે આઈપીસીની કલમ 323,294 (ખ), 506(2), 427 મુજબની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
