ગુજરાતનું ગૌરવ/ ઉનાના કાજરડી ગામની દીકરી ભારતીય નૌકાદળમાં તાલીમ મેળવી પરત આવી

ગીર સોમનાથના ઈતિહાસમાં પ્રથમ વખત ઉના તાલુકાના Gujarat Pride નાના એવા કાજરડી ગામની યુવા દીકરી ભારતીય નેવી પોસ્ટની ટ્રેનિંગ પુર્ણ કરી માદરે વતન પોતાના ગામે આવતા પરિવારજનો, ગામ લોકો અને સમગ્ર કોળી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કર્યુ હતુ

Gujarat

ગીર સોમનાથના ઈતિહાસમાં પ્રથમ વખત ઉના તાલુકાના Gujarat Pride નાના એવા કાજરડી ગામની યુવા દીકરી ભારતીય નેવી પોસ્ટની ટ્રેનિંગ પુર્ણ કરી માદરે વતન પોતાના ગામે આવતા પરિવારજનો, ગામ લોકો અને સમગ્ર કોળી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કર્યુ હતુ. અને ભારત માતા કી જય વંદે માતરમના નાળાથી કાજરડી ગામ ગુંજી ઉઠયુ હતુ.

કાજરડી ગામના ખેડૂત બિજલભાઇ રાઠોડને સંતાનમાં બે Gujarat Pride  દિકરી અને બે દિકરા હોય જેમાં બીજા નંબરની દિકરી કિરણ પોતાના ગામમાં જ ધો. ૧ થી ૮ અભ્યાસ કરી ઉના જુનાગઢ શાળાનાં ધો. ૧૧, ૧૨ અભ્યાસ બાદ નર્સિંગમાં એડમિશન મળેલ હોવા છતાં પોતાનું જે લક્ષ્ય ડિફેન્સનું હતું. તેવા ભારતીય નૌ સેનાની ભરતી જાહેર થયાં તેમાં ફોર્મ ભરી જામનગર ખાતે પરીક્ષા આપેલ અને જેમાં તેવો પાસ થઈ હતી. અને પોતે સારા માર્કસ સાથે ઉત્તણીય થતા ટ્રેનીંગ માટે ભારતીય નૈ સેના દળ સિલકા ઓડીસા ખાતે ચાર મહિનાની ટ્રેનિંગ પુર્ણ કરી પોતાના ગામે આવતા Gujarat Pride પરિવારજનો ગામ લોકોએ અને કોળી સમાજ દ્વારા ફુલહારથી ભવ્ય સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતું..

ઉનાના કાજરડી ગામની યુવા દીકરી કિરણબેન બિજલભાઇ રાઠોડ ભારતીય Gujarat Pride નૌસેનાની સિલકા ઓડીસામાં ટ્રેનિંગ પુર્ણ કરીને માદરે વતન કાજરડી ગામે પહોચતા જ ભારત માતા કી જય વંદે માતરમના નારાથી ગામ ગુંજી ઉઠયુ હતું. ગીર સોમનાથના ઈતિહાસમાં પ્રથમ વખત ઉના તાલુકાના નાના એવા કાજરડી ગામના ખેડૂત પરીવારની અને કોળી સમાજની 18 વર્ષની યુવા દિકરી હાથમાં ત્રિરંગો લહેરાવતી આ દીકરીને ડીજેના તાલે દેશ ભક્તિ ગીતો ઉપર વાંજતે ગાજતે ફુલહાર અને પુષ્પગુચ્છથી ભવ્ય સ્વાગત કર્યુ હતુ.

કિરણના પિતા બિજલભાઈ રાઠોડે જણાવ્યુ હતુ કે હું પણ ઓલ ઈન્ડીયા નેશનલના Gujarat Pride  દૌડનો ખેલાડી છુ. લાંબીકુદ, ઓપન ગુજરાત ક્રોસ કન્ટ્રી તેમજ પાંચ હજાર મીટર દૌડના ખેલાડી હોય દિકરી કિરણને ભારતીય નૌસેનામાં ભરતી માટે બન્ને પતિ-પત્નિ દ્વારા પ્રેરિત કરીને ભારતીય નૌકાદળમાં સામેલ કરી છે. અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેથી દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવા માટે મારી પત્નીએ પોતાના ઘરેણાં વેચીને ભારતીય નેવી પોસ્ટની ટ્રેનિંગ પૂર્ણ કરાવી છે. સમાજની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપો અને પરિવાર, ગામ, શહેર, રાજ્ય, દેશનું નામ રોશન કરો. દીકરીઓને અધુંરુ શિક્ષણ આપવાથી માતા-પિતાને પાપ લાગે તેવુ જણાવેલ હતુ..

મારૂ જે લક્ષ્ય હતુ તે લક્ષ્ય પૂર્ણ કર્યુ

કિરણબેનએ એકજ એવી પણ સીખ આપી હતી કે આપણું લક્ષ્ય અને સપનું જે Gujarat Pride હોય તેના માટે સખત મહેનત કરવી. બીજા કોઈનું પણ ન માનવુ. દિકરી કિરણના માતા-પિતા અને ગામ લોકો, કોળી સમાજના આગેવાનો તેમજ ગીર સોમનાથ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનીધી સામતભાઈ ચારણીયાએ આ દિકરીને શુભકામના આપી હતી. અને આ દીકરીએ વડીલોના આર્શિવાદ લીધા હતા. અને વંદે માતરમ ગીત ઉપર આખા સમાજના લોકોને સેલ્યુટ આપી અભિવાદન જીલી ભારતીય નૌકાદળ અને દેશ પરિવાર, ગામ અને કોળી સમાજનું ગૌરવ વધાર્યુ હતુ. કોળી સમાજની દિકરીના ભવ્ય સ્વાગત માટે સમગ્ર તાલુકા કોળી સમાજનું ગૌરવ વધાર્યુ છે.