કૃષિ આંદોલન/ ગ્રેટા થનબર્ગ ટૂલકીટ મામલે દિલ્હી પોલીસને મળી મોટી સફળતા

દિલ્હી પોલીસે ખેડૂત આંદોલનને લગતા ગ્રેટા થનબર્ગ ટૂલકીટ કેસમાં 21 વર્ષીય ક્લાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ કરી છે.

India

દિલ્હી પોલીસે ખેડૂત આંદોલનને લગતા ગ્રેટા થનબર્ગ ટૂલકીટ કેસમાં 21 વર્ષીય ક્લાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ કરી છે. દિલ્હીની સ્પેશિયલ સેલે દિશાની બેંગલુરુથી ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે દિશા રવિને શનિવારે દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી.

4 ફેબ્રુઆરીએ, દિલ્હી પોલીસે ટૂલકિટને લઈને અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આરોપ છે કે દિશા રવિએ ખેડૂત આંદોલન સાથે સંકળાયેલ ટૂલકિટને એડિટ કરીને આગળ મોકલ્યું હતુ. આક્ષેપો અનુસાર, આ ટૂલકિટમાં, ખેડૂત આંદોલનની આડમાં ભારતમાં અસ્થિરતા ફેલાવવાનું કાવતરું ઘડવાની યોજના હતી. આપને જણાવી દઈએ કે, 26 જાન્યુઆરીનાં રોજ, ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન, દિલ્હીમાં વ્યાપક હિંસા થઈ હતી. આ દરમિયાન ક્લાઇમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગનું એક ટ્વિટ ચર્ચામાં આવ્યું હતુ. ગ્રેટાએ ટ્વિટ કરીને ખેડૂત આંદોલનને ટેકો આપ્યો હતો.

આ ટ્વિટમાં ગ્રેતાએ ટૂલકીટ પણ શેર કરી હતી, જેને બાદમાં હટાવી દેવામાં આવ્યા હતા. ખેડૂત આંદોલનને વધુ વ્યાપક બનાવવા સહિત અનેક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન, બહાર આવ્યું છે કે, ખાલિસ્તાની સંગઠને આ ટૂલકીટ તૈયાર કરવામાં ભૂમિકા ભજવી હતી. પોલીસે આરોપ લગાવ્યો છે કે, આ ટૂલકિટ સામાજિક સદભાવને ખલેલ પહોંચાડવા માટે હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. તપાસમાં ખાલિસ્તાની તરફી જૂથનું નામ ‘પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન’ પણ સામે આવ્યું છે.

Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 4 પટેલ પાવરની ગેરહાજરીથી કોંગ્રેસ દિશાવિહીન

Political / BJPના “પરિવર્તન રથ”ને ટક્કર આપવા TMC એ “દીદીનાં દૂત” બસને મેદાનમાં ઉતારી

કૃષિ આંદોલન / પોસ્ટર લગાવવા ગયેલા પોલીસકર્મી પર ખેડૂત આંદોલનકારીઓએ કર્યો હુમલો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ