ફ્લિપકાર્ટના એપલ ડેઝ બાદ એમેઝોને પણ તેના પ્લેટફોર્મ પર એક ખાસ સેલનું આયોજન કર્યું છે, એપલ પ્રોડક્ટને સસ્તામાં ઘરે લાવી શકાય છે. આ સેલ 17 ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે આજે ફ્લિપકાર્ટના એપલ ડેઝનો અંતિમ દિવસ છે, જો તમે એચડીએફસી ક્રેડિટ અને ડેબિટ કાર્ડ યૂઝર છો, તો પછી તમને આઈફોન 12 મીની અને આઇફોન 11 પ્રો પર 9,000 રૂપિયાની છૂટ મળી શકે છે. પરંતુ આ ઓફર ફક્ત 14 ફેબ્રુઆરી સુધી જ રહેશે.

આઇફોન 12 મીની પર મળતા ડિસ્કાઉન્ટની વાત કરીએ તો આ આઇફોન મોડેલના 64 જીબી સ્ટોરેજ વેરિયેન્ટ ગ્રાહકને 5410 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 64,990 રુપિયામાં 128 જીબી સ્ટોરેજ વેરિયેન્ટને 69,490 રુપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. આઇફોન 11 પ્રોનાં 64 જીબી વેરિયેન્ટ્સને 19,901 રૂપિયાની છૂટ બાદ 79,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
આ ફોનના 256 જીબી સ્ટોરેજ વેરિયેન્ટ પર 34,400 રૂપિયાની છૂટ મળી રહી છે, ડિસ્કાઉન્ટ પછી તેમને 86,900 રૂપિયામાં ખરીદી શકાય છે.
Marutiની આ કાર પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ, ફેબ્રુઆરીમાં જ ખરીદવાથી મળશે ફાયદો
આઇફોન 11 પ્રો મેક્સને 256 જીબી સ્ટોરેજ વેરિયેન્ટને 35,000 રૂપિયાની છૂટ બાદ 96,900 રુપિયામાં ખરીદી શકાય છે.
આઇફોન 12 ના 64 જીબી વેરિયેન્ટ પર ફક્ત 251 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. ડિસ્કાઉન્ટ બાદ આ આઇફોનને 79,649 રૂપિયામાં ખરીદી શકાય છે.
