WhatsAppએ તાજેતરમાં તેના બીટા એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં ‘swipe to reply’ સુવિધા જાહેર કરી છે.
ફેસબુકની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ કંપની સતત નવી સુવિધાઓ અને અપડેટ્સને આગળ ધપાવી રહી છે.
રીપોર્ટના જણાવ્યા પ્રમાણે પર વીડિયો માટે પિક્ચર-ઇન-પિક્ચર (PIP) મોડ રજૂ કરવામાં આવી રહ્યો છે. આ ફીચર Whatsapp બીટા એન્ડ્રોઇડ વર્ઝન 2.18.301 પર ઉપલબ્ધ છે.
આ ફીચરની મદદથી તમે ચેટની સાથે વિડીયો પણ જોઈ શકશો. હવે WhatsApp કોઈ વિડીયોની લીંક આવે તો તેને તમે ચાલુ ચેટમાં જોઈ શકશો તેના માટે ચેટ બંધ કરવાની જરૂર નહિ પડે.
જો તમારી પાસે પહેલેથી જ આ એપ્લિકેશન છે, પણ તમે આ ફીચરનો લાભ નથી લઇ શકતા તો તમે તમારી ચેટ્સનો બેકઅપ લઈને Whatsappને ફરીથી ઇન્સ્ટોલ કરો.
યુઝર્સ ફક્ત PiP અથવા પિક્ચર-ઇન-પિક્ચર મોડનો ઉપયોગ કરીને, વૉટઅપ ચેટ વિંડોમાં YouTube, Facebook, Instagramના વીડિયો જોઈ શકે છે.
