Ahmedabad/ લોકોની નજર ચુકવી મોબાઈલ ચોરતી ગેંગ ઝડપાઈ, 10 દિવસમાં ચોરી કર્યા 17 મોબાઈલ ફોન

અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફરીને લોકોની નજર ચૂકવી મોબાઈલ ફોનની ચોરી કરવાની ટેવ ધરાવતા અને તાજેતરમાં જ તેઓએ કરેલી મોબાઇલ ચોરી થી મેળવેલા મોબાઈલ વેચવા માટે ફરી રહ્યા હતા,

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યુઝ – અમદાવાદ 

અમદાવાદ શહેરમાં ભીડભાડ વાળી જગ્યાઓએ લોકોની નજર ચૂકવી મોબાઈલ ફોનની ચોરી કરતા બે ઈસમો તથા કાયદાના સંઘર્ષમાં આવતા બે કિશોરોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. આ તમામને ચોરી કરેલા 28 મોબાઇલ ફોન સાથે ઝડપી પાડી 2.21 લાખની  કિંમતનાં ફોન ક્રાઈમ બ્રાન્ચે કબજે કર્યા છે.

અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફરીને લોકોની નજર ચૂકવી મોબાઈલ ફોનની ચોરી કરવાની ટેવ ધરાવતા અને તાજેતરમાં જ તેઓએ કરેલી મોબાઇલ ચોરી થી મેળવેલા મોબાઈલ વેચવા માટે ફરી રહ્યા હતા, જે આરોપીઓને વેજલપુર હાલપુરા ફાટક પાસેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. જયેશ સોલંકી અને વિજય ચાવડા નામનાં બન્ને આરોપીઓ અમદાવાદમાં વોડાફોન ટાવરની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં રહે છે અને બે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો સાથે આ તમામ ચાર આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે ચોરી કરેલા 28 મોબાઈલ ફોન કબ્જે કર્યા છે.

આરોપીઓની પુછપરછમાં સામે આવ્યુ કે તેઓએ અમદાવાદના સેટેલાઈટ, વેજલપુર, સરખેજ, આનંદનગર, વાસણા, એલિસબ્રિજ, અસલાલી અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી છે. આ તમામ આરોપીઓએ ભેગા મળીને છેલ્લા દસ દિવસના સમયગાળામાં 17 જગ્યાઓથી 17 મોબાઇલ ફોનની ચોરી કરી હોવાની પણ કબુલાત કરી છે.

પકડાયેલા આરોપીઓમાંથી જયેશ સોલંકી સામે અગાઉ ગોંડલ પોલીસ સ્ટેશનમાં મારામારી તેમજ અમરેલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયો હોવાનું ખુલ્યું છે તેમજ વિજય ચાવડા રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દારૂ તેમજ એક્ટના ગુનામાં પકડાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલતો ક્રાઈમબ્રાચે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ