ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસના આંકમાં મોટો ઘટાડો નોધાયો છે. જેને પગલે રાજ્યસરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત માર્ચ મહિનાથી રાજ્યમાં વ્યાપેલા કોરોનાના સંક્રમણને કારણે ગુજરાત આરોગ્ય વિભાગે સિવીલ હોસ્પિટલમાં ગુજરાતની સૌથી મોટી 1200 બેડ ધરાવતી કોરોના હોસ્પિટલ કાર્યરત કરી હતી. 1200 બેડની સિવીલ હોસ્પિટલમાં અમદાવાદ સહિત રાજ્યના અનેક લોકોએ કોરોનાની સારવાર લીધી.
ત્યારે આજે અમદાવાદની જનતા માટે ખુશીના સમાચાર આવ્યા છે. આ હોસ્પિટલ આજ્થી નોન કોવીડ હોસ્પીટલમાં ફેરવવામાં આવી છે. મહિલા અને બાળ રોગના તમામ વિભાગ આજથી ચાલુ કરવામાં આવ્યા છે. આજથી સામાન્ય રોગની સારવાર માટે તમામ લોકો સિવિલ હોસ્પિટલ આવી શકશે.
Cybercrime / CID ક્રાઇમના વડાનું ટ્વિટર એકાઉન્ટ હેક, હેકરે બમણી કમાણી કરતી વેબસાઈટની આપી લાલચ
Surat / ભાજપ MLA વિરુદ્ધ કાર્યકરોમાં રોષ, MLA પુર્ણેશ મોદીનો ભરબજારે લીધો ઉધડો
covid19 / મુખ્યમંત્રીએ જામનગરમાં સભા કરી હતી સંબોધિત, હાજર તમામ મંત્રીઓના કોરોના રીપોર્ટ આવ્યો….
જામનગર / ભાજપના ઉમેદવારો પ્રચાર કરી કોરોના ફેલાવી રહ્યાનો કર્યો આક્ષેપ, 7 દિવસ કોરોન્ટાઇન કરવાની કરી માંગ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
