Election/ ભાજપે અસંખ્ય બાગીઓને પાણીચું પકડાવ્યું, 12 કાર્યકર્તાને સસ્પેન્ડ કરાતા ગીર સોમનાથ જિલ્લામાં રાજકીય ભૂકંપ

રાજ્યમાં યોજાવા જઈ રહેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાંથી બહોળા પ્રમાણમાં સભ્યો કોઈ સ્થળ પર નારાજ થઈને પર છૂટા થયા છે તો કેટલાક બાગીઓને પક્ષીએ પોતે જ પાણીચું પકડાવી દીધું

Top Stories

રાજ્યમાં યોજાવા જઈ રહેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાંથી બહોળા પ્રમાણમાં સભ્યો કોઈ સ્થળ પર નારાજ થઈને પર છૂટા થયા છે તો કેટલાક બાગીઓને પક્ષીએ પોતે જ પાણીચું પકડાવી દીધું હોવાની ઘટનાઓ જોવા મળી હતી.ગીર સોમનાથ જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ પાર્ટી સામે બંડ પોકારી અપક્ષ કે અન્ય પાર્ટીમાંથી ઉમેદવારી કરી રહેલા વર્તમાન અને પૂર્વ હોદેદારો મળી 12ને જીલ્લા ભાજપ પ્રમુખે પક્ષમાંથી સસ્પેન્ડ કરેલ છે અને હજુ પણ ભાજપ પાર્ટીમાં રહી પક્ષ વિરોધી કરતા કાર્યકર હોદેદારોને સસ્પેન્ડ કરવાની તજવીજ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. વેરાવળ પંથકના 7, કોડીનાર વિસ્તારના 3 તથા સુત્રાપાડા વિસ્તારના 2 મળી કુલ 12 ને સસ્પેન્ડ કરાયેલ હોવાનું જણાવ્યું છે.

Toolkit Case / દિશા રવિની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ, આગામી ચુકાદો 23મીએ

ગીર સોમનાથ જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી લડવા સત્તાધારી ભાજપમાં રાફડો ફાટયો હોય અને અનેક આગેવાનો તથા મોટા ભાગના કાર્યકરોની ટીકીટ માટે દાવેદારી નોંધાવેલ પરંતુ ટીકીટ નહિં મળતા રોષે ભરાયા હોય અને પાર્ટીમાં વંચિત રહેલા આગેવાનો અને કાર્યકરોમાં ઉકળતો ચરૂ સામે આવ્યો હોય તેમ અનેક આગેવાનોએ પાર્ટી સામે બંડ પોકારી અપક્ષ ઉમેદવારી નોંધાવી દેતા રાજકારણ ગરમાયું છે. શિસ્તબધ્ધતા માટે પ્રખ્યાત ભારતીય જનતા પાર્ટીમાં પક્ષના જ આગેવાનો અને કાર્યકરોના બળવાને ગંભીરતાથી લઇ જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આવા લોકોને પક્ષમાંથી સસ્પેન્ડ કરેલ છે.આ બાબતે જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમારે જણાવેલ કે, સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી દરમ્યાન જીલ્લાના દરેક કાર્યકર્તા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવવા માટે અથાગ પરીશ્રમ કરી રહ્યા છે ત્યારે ભાજપના ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી પક્ષ વિરોધી પ્રવૃતિ કરી પાર્ટીને નુકશાન કરનાર 12 જેટલા આગેવાનો કાર્યકરોને પાર્ટીની તમામ જવાબદારીમાંથી મુક્ત કરી પ્રાથમિક સભ્યપદેથી પણ તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Corona case / મુંબઈમાં કોરોના નવા 2,749 કેસ નોંધાયા, 1305 બિલ્ડીંગો સીલ, 71,000 પરિવારો ઘરમાં રહેવા મજબૂર

જેમાં 1.રવિભાઇ ગોહેલ (પૂર્વ પ્રમુખ – વેરાવળ નગરપાલિકા), 2. ઉદયભાઇ શાહ (પૂર્વ ઉપપ્રમુખ – વેરાવળ નગરપાલિકા), 3. પૂજાબેન શાહ (કાર્યકર), 4. રમેશભાઇ ભુપ્તા (પૂર્વ નગરસેવક – વેરાવળ નગરપાલિકા), 5. હરેશભાઇ સોલંકી- (વેરાવળ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ), 6. નાથાભાઇ લાડવા (કાર્યકર), 7. અરવિંદભાઇ સોલંકી (કાર્યક્રર) તમામ વેરાવળના તથા 8. નરસિંહભાઇ જાદવ (પૂર્વ પ્રમુખ સુત્રાપાડા તાલુકા ભાજપ), 9. જગદીશભાઇ બારડ (સુત્રાપાડા તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ) બંન્ને રહે.સુત્રાપાડા, 10. પ્રતાપભાઇ મહિડા (કોડીનાર ભાજપના પૂર્વ મહામંત્રી), 11. વિશાલભાઇ ગાધે (કાર્યકર) 12 બાબુભાઇ ગાધે (કાર્યક્રર) રહે.કોડીનાર વિસ્તારને સસ્પેન્ડ કરાયા છે. અત્રે નોંધનીય છે કે, ભાજપ પક્ષ દ્વારા વેરાવળના સસ્પેન્ડ કરેલા પૂર્વ નગરપાલિકા પ્રમુખ રવિભાઇ ગોહેલ તથા પૂર્વ ઉપપ્રમુખ ઉદયભાઇ શાહે ગત 2015 ની ચૂંટણી સમયે પણ પાર્ટીથી નારાજ થઇ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી ત્યારબાદ ર૦૧૭ ની ચૂંટણી સમયે વેરાવળમાં યોજાયેલી સભામાં ભાજપના તત્કાલિન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બન્નેને કેસરી ખેસ પહેરાવી આવકાર્યા હતા ત્યારે હવે ફરી બન્નેએ ટીકીટ ફાળવણી થી નારાજ થઇ ભાજપ સામે ઉમેદવારી નોંધાવી છે જેને જીલ્લા ભાજપ પ્રમુખે પક્ષ વિરોધી ગણી બન્નેને સસ્પેન્ડ કર્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ વખત ની ચૂંટણીમાં આ બન્ને નેતાઓ કમાલ કરી શકે છે કે કેમ ?

Political / TMC એ મમતાને બતાવ્યા બંગાળની દિકરી, આ નારા સાથે BJP પર કર્યો પ્રહાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…