Toolkit Case/ દિશા રવિની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ, આગામી ચુકાદો 23મીએ

ખેડૂત આંદોલન બાદ કેટલીક સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકનાર ગ્રેટાને દસ્તાવેજ પૂરો પાડવા માટે ચર્ચામાં આવેલી અને ટૂલકિટકેસમાં ધરપકડ કરાયેલ એક્ટિવિસ્ટ દિશા રવિ  મામલામાં શનિવારે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી

Top Stories India

ખેડૂત આંદોલન બાદ કેટલીક સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકનાર ગ્રેટાને દસ્તાવેજ પૂરો પાડવા માટે ચર્ચામાં આવેલી અને ટૂલકિટકેસમાં ધરપકડ કરાયેલ એક્ટિવિસ્ટ દિશા રવિ  મામલામાં શનિવારે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ત્રણ કલાક ચાલેલી ચર્ચા બાદ કોર્ટ 23 ફેબ્રુઆરીએ દિશા રવિના જામીન પર ચુકાદો આપશે. કોર્ટે 22 વર્ષની એક્ટિવિસ્ટને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી હતી. દિશા રવિએ જામીન માટે શુક્રવારે અરજી દાખલ કરી હતી.  સુનાવણી દરમિયાન સરકારી વકીલે જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

Corona case / મુંબઈમાં કોરોના નવા 2,749 કેસ નોંધાયા, 1305 બિલ્ડીંગો સીલ, 71,000 પરિવારો ઘરમાં રહેવા મજબૂર

દિલ્હી પોલીસે જણાવ્યુ કે, એમ.ઓ ધોલીવાલ તરફથી સોશિયલ મીડિયા પર ખાલિસ્તાન સમર્થનમાં પેજ બનાવવામાં આવ્યું છે. પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશને કિસાનોના આંદોલનનો ઉપયોગ કર્યો અને ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો.આ કેસ અંતર્ગત દલીલ કરતા દિશા રવિના વકીલે કહ્યુ કે, કોઈ દેશ વિરોધી વ્યક્તિ સાથે વાતચીત કરવાથી અમે દેશ વિરોધી થઈ જશું? પોતાની વાતને કોઈપણ પ્લેટફોર્મ પર રાખવી ગુનો નથી. દિલ્હી પોલીસ કોઈ લિંક બનાવી શકી નથી. તેમણે કહ્યું કે, કોઈ આંદોલનને પસંદ-નાપંસદ કરી શકે છે. નાપંસદ કરવાનો તે અર્થ નથી કે અમે દેશદ્રોહી થઈ ગયા.

Political / TMC એ મમતાને બતાવ્યા બંગાળની દિકરી, આ નારા સાથે BJP પર કર્યો પ્રહાર

વધુમાં દિશા રવિના વકીલે કહ્યુ કે, સવાલ તે છે કે શું ટૂલકિટ ઓફેન્સિવ છે. કોઈપણ મહત્વપૂર્ણ મામલામાં કોઈ વાત કરવી ગુનો નથી. કોઈ સાથે અમે વાત કરીએ તો તે દેશ વિરોધી છે તો તેની સજા મને કેમ?  5 દિવસની રિમાન્ડમાં એકવાર તમે બેંગલુરૂ લઈને નથી ગયા. કંઈ રિકવર કર્યું નથી. જ્યારે પોલીસ પ્રમાણે આ બધુ બેંગલુરૂમાં થયું હતું. દિશા રવિના વકીલે કહ્યું કે, જ્યારે પણ તપાસ માટે જરૂરી હશે, દિલ્હી પોલીસનો સહયોગ કરવામાં આવશે. હું તપાસ પૂરી થવા સુધી દિલ્હી છોડીશ નહીં. તે માટે હું શપથ પત્ર પણ આપવા માટે તૈયાર છું. તેમણે કહ્યું કે 149 લોકો અત્યાર સુધી 26 જાન્યુઆરીની હિંસામાં ઝડપાયા છે શું મારી કોઈ સાથે વાત થઈ?

આક્રોશ / રાજકોટમાં કિન્નરોનો પોલીસ સામે નગ્ન નાચ, ટ્રાન્સજેન્ડર પાયલ સામે ઉગ્ર રોષ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…