Election/ CM વિજય રૂપાણી, અંજલીબેન,વજુભાઈ વાળા સહિતના આગેવાનો કયા બુથ પર કરશે મતદાન

રાજ્યભરની છ મહાનગર પાલિકામાં આવતીકાલથી ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે હવે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મતદાતાઓને રે જવા માટે શાસક પક્ષ અને વિપક્ષ છેલ્લે સુધી એડીચોટીનું

Top Stories

રાજ્યભરની છ મહાનગર પાલિકામાં આવતીકાલથી ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે હવે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મતદાતાઓને રીઝવવા માટે શાસક પક્ષ અને વિપક્ષ છેલ્લે સુધી એડીચોટીનું જોર લગાવ્યું હતું. રાજકોટની સામાન્ય જનતામાં મતદાન માટે જાગૃતિ આવે તે માટે શહેરમાં વિવિધ ક્ષેત્રોમાં આગેવાનો પ્રથમ મતદાન કરશે.કોરોનાનાં દર્દીઓને પણ ખાસ તકેદારી સાથે માર્ગદર્શિકા અનુસરીને મતદાન કરવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણી પણ તેમના ધર્મપત્ની સાથે મતદાન પ્રક્રિયામાં જોડાશે આ માટે તેઓ ખાસ રાજકોટ આવશે,તેમજ કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઇ વાળા પણ રાજકોટના નાગરિક છે તેઓ પણ મતદાન માટે ખાસ રાજકોટ આવશે.

Image result for image of vaju vajubhai vala

Election / ભાજપે અસંખ્ય બાગીઓને પાણીચું પકડાવ્યું, 12 કાર્યકર્તાને સસ્પેન્ડ કરાતા ગીર સોમનાથ જિલ્લામાં રાજકીય ભૂકંપ

મુખ્યમંત્રી રૂપાણી અને તેમના ધર્મપત્ની, કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઇ વાળા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ મહાનગરપાલિકા ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, તેમજ ભાજપના આગેવાનો નીતિનભાઈ ભારદ્વાજ અને કમલેશ મીરાણી તેમજ મેયર બીનાબેન આચાર્ય તથા રાજુભાઇ ધ્રુવ સહિતના પોતાના મતદાન પ્રક્રિયામાં અગ્ર રહી અને મતદારોને મતદાન કરવા માટે પ્રેરશે.દરેક વિસ્તારમાં રાજકોટવાસીઓનાં દિલમાં આ આગેવાનોની આગવી જગ્યા છે, ત્યારે તેઓ ક્યાં મતદાન કરશે તે જાણવાની સૌ કોઈને ઉત્સુકતા હોય તે સમજી શકાય તેવી બાબત છે.મુખ્યમંત્રી રૂપાણી પીપીઈ પહેરી અને મતદાન કરવાના છે એ બાબતથી સૌ કોઈ પરિચિત છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણી સહિતના શહેરના આગેવાનો કયા વિસ્તારમાં મતદાન કરશે તે અંગેની યાદી અહીં ઉપલબ્ધ છે.

Toolkit Case / દિશા રવિની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ, આગામી ચુકાદો 23મીએ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…