રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે આ છ મહાનગરોમાં હાલ મતદાનને લઇને ઉત્સાહનો માહોલ છે. ત્યારે સામાન્ય જનતાથી લઈને સેલેબ્સ સુધીનાં તમમાં લોકો મતદાન કરવા પહોંચ્યા છે. ત્યારે આવામાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ તેઓએ કહ્યું કે, કહ્યું- તમામ મનપામાં ભાજપનો કબ્જો થશે.
વડોદરા / સાંસદ રંજનબેન ભટ્ટ મતદાન બુથમાં પ્રવેશતા વિવાદ, જાગૃત નાગરિકોએ કર્યો હોબાળો
લોકશાહીનાં મહા પર્વ પર આજે લોકો સ્વેચ્છીક રીતે મતદાન કરવા આવી રહ્યા છે. ત્યારે ભાજપનાં નેતા અલ્પેશ ઠાકોરે અમદાવાદનાં રાણીપ વોર્ડ ખાતે આવેલી એમ.કે.દેસાઈ સ્કૂલમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કરવા પહોંચેલા અલ્પેશ ઠાકોરે પહેલા કતારમાં ઉભા રહ્યા હતા અને બાદમાં તેમણે મતદાન કર્યુ હતુ. જણાવી દઇએ કે, કોરોનાનાં કારણે આ વર્ષે ચૂંટણીનો સમય થોડો લંબાવી દેવામાં આવ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
