બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ મુંબઇમાં ફૂટબોલ રમતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. આવી સ્થિતિમાં દિશા પાટની તેની સાથે રહી અને હેરાન પરેશાન પણ જોવા મળી હતી. હકીકતમાં, ટાઇગર શ્રોફ અભિનેતા અર્જુન કપૂર, અપર્શક્તિ ખુરાના, અહાન શેટ્ટી, ફિલ્મ નિર્માતા શૂજિત સિરકાર, શશાંક ખેતાન સહિત ઘણા સેલેબ્સ સાથે ફૂટબ બોલ મેચ રમવા આવ્યો હતો. દિશા પાટની પણ ત્યાં ટાઇગરને સપોર્ટ આપવા પહોંચી હતી.
ટાઇગર શ્રોફને ફૂટબોલ મેચ રમતી વખતે પગમાં ઈજા થઈ હતી. તે સ્ટ્રેચર પર સૂતેલો અને ડોક્ટર તેના પગને જોઈ રહ્યા છે, ત્યાં ઉભેલી દિશા પાટની પણ તેને જોઇને પરેશાન થઇ રહી છે. દિશા પાટની અને ટાઇગર શ્રોફની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ પણ વાંચો : જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘એટેક’ ની ટીમ પર થયો પથ્થરમારો, જાણો કેમ થઇ આ બબાલ
View this post on Instagram
જોકે, ટાઇગરને પગમાં સામાન્ય ઇજા થઈ હતી, પરંતુ તેણે આ રમત આગળ નહીં રમવાનું પસંદ કરીને આરામ કરવાનું પસંદ કર્યું. દિશા અને ટાઇગર બંને મેદાનની કિનારા પર બેઠા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો :રૂબીના દિલેકે જીત્યો બિગબોસ 14 નો ખિતાબ, રાહુલ વૈદ્ય રનર્સ અપ
View this post on Instagram
આપને જણાવી દઈએ કે ફિલ્મ ‘હીરોપંતી’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર ટાઇગરને આજે એક એક્શન સ્ટાર તરીખે જાણીતો છે. ટાઇગરની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘વોર’એ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ બનાવ્યા હતા. ટાઇગરને હવે એક અભિનેતા તરીકે જ નહીં પણ એક ગાયક તરીકે પણ ઓળખવામાં આવે છે. ટાઇગરનું ગીત ‘કેસેનોવા’ તાજેતરમાં રિલીઝ થયું હતું, જેમાં ટાઇગરે પણ તેના શાનદાર ડાન્સ મૂવ્સ બતાવ્યા હતા.
આ પણ વાંચો : રુબીના દિલેકે પતિ સાથે છૂટાછેડાની કહી હતી વાત, Bigg Bossના કારણે નિર્ણય બદલાયો
View this post on Instagram
નોંધપાત્ર વાત એ છે કે આ વર્ષે ટાઇગર શ્રોફની ત્રણ ફિલ્મો રિલીઝ થશે. આ સૂચિમાં ‘બાગી 4’, ‘હીરોપંતી 2’ અને ‘ગણપત’ શામેલ છે. ‘હિરોપંતી 2’ અને ‘ગણપત’નું પોસ્ટર / ટીઝર થોડા સમય પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું.
