સામાન્ય રીતે આપણા માનસપટમાં એમ જ હોય છે કે, સાઉદી એટલે રણ વિસ્તાર અને અહીં હમેશા પાણી ની સમસ્યા સર્જાતી હોય છે. પરંતુ તાજેતરમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. સાઉદી અરેબિયાના રણ વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાના સમાચાર મળ્યા છે. દરેક જણ ચોંકી જાય તેવા સમાચાર છે. લોકોને વિચારવાની ફરજ પડી છે કે રણ વિસ્તારમાં આ કેવી રીતે શક્ય છે. પરંતુ, તાજેતરમાં જ સોશ્યલ મીડિયામાં બરફ પડી રહ્યો છે એમ જણાવીને ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.
સાઉદી અરબીયામાં બરફવર્ષાથી દરેક આશ્ચર્યચકિત થયા
હકીકતમાં, સાઉદી અરેબિયામાં બરફવર્ષા જોઈને દરેકને આશ્ચર્ય થાય છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે અહીં હિમવર્ષા એટલી તીવ્ર છે કે રણની રેતીની સાથે ઊંટો ની પીઠના ભાગમાં બરફની સફેદ ચાદર સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.
50 વર્ષ પછી ફરી આ દ્રશ્ય જોવા મળ્યું
એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 50 વર્ષ પછી ફરી આ દ્રશ્ય જોવા મળ્યું છે. જો કે પહેલા પણ બરફવર્ષા થઈ છે, પરંતુ આટલા મોટા પાયે નહિ. સાઉદી અરેબિયામાં હિમવર્ષા સમગ્ર ખાડી દેશો માટે દુર્લભ ઘટના હોવાનું માનવામાં આવે છે. હું તમને જણાવી દઈએ કે છેલ્લા એક અઠવાડિયાથી અહીં ઠંડીનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. તાપમાન માઈન્સ 2 ડિગ્રીએ પહોંચી ગયું છે. આ તીવ્ર હિમવર્ષાથી રહેણાંક વિસ્તારના લોકો સાથે પ્રાણીઓ પણ ખૂબ પરેશાન છે.
હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે
દરમિયાન હવામાન વિભાગે પણ બરફવર્ષા અંગે ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી દિવસોમાં ઠંડીમાં અનેક ગણો વધારો થઈ શકે છે. હવામાન વિભાગે લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે. ખાસ કરીને રાત્રે લોકોને વધુ ગરમ કપડાં પહેરવાનું કહેવામાં આવ્યું છે.
અલ્જેરિયામાં પણ ભારે બરફવર્ષા
જાન્યુઆરી દરમિયાન વિશ્વભરમાં હિમવર્ષા થાય છે, પરંતુ આફ્રિકા અને મધ્ય પૂર્વના રણમાં હંમેશાં આવું થતું નથી, પરંતુ આ વખતે અલ્જેરિયાના સહારા રણમાં પણ બરફવર્ષા થઈ છે. અને સાઉદી અરેબિયામાં તાપમાન માઈનસ બે પર પહોંચી ગયું છે. સહારા રણમાં રેતી પર બરફની ચાદરના ફોટો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. લોકો તેને મોસમનો વિચિત્ર મૂડ ગણાવી રહ્યા છે.