West Bengal/ હાઇ પ્રોફાઇલ ડ્રામા, CBI પહેલા અભિષેક બેનર્જીના ઘરે પહોંચી મમતા બેનર્જી, રુજિરાની થશે પૂછપરછ

પશ્ચિમ બંગાળમાં હાઇ પ્રોફાઇલ ડ્રામા શરૂ થયો છે. સીબીઆઈએ કોલસાની દાણચોરી મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જીની પુત્રવધૂ રૂજિરા બેનર્જીને નોટિસ પાઠવી હતી. રૂજિરા મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીની પત્ની છે. સીબીઆઈની ટીમ અભિષેક બેનર્જીના ઘરે પહોંચવાની હતી ત્યારે અચાનક મમતા બેનર્જી પહોંચી ગઈ. કોઈને તેના વિશે ખબર નહોતી. કોલકત્તામાં અભિષેક બેનર્જીના નિવાસ સ્થાન 188એ શાંતિનિકેતન પર મીડિયા […]

India

પશ્ચિમ બંગાળમાં હાઇ પ્રોફાઇલ ડ્રામા શરૂ થયો છે. સીબીઆઈએ કોલસાની દાણચોરી મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જીની પુત્રવધૂ રૂજિરા બેનર્જીને નોટિસ પાઠવી હતી. રૂજિરા મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીની પત્ની છે. સીબીઆઈની ટીમ અભિષેક બેનર્જીના ઘરે પહોંચવાની હતી ત્યારે અચાનક મમતા બેનર્જી પહોંચી ગઈ. કોઈને તેના વિશે ખબર નહોતી.

 West Bengal:CM Mamta Banerjee arrives at Abhishek Banerjees house, CBI is going to interrogate her daughter-in-law in coal smuggling

કોલકત્તામાં અભિષેક બેનર્જીના નિવાસ સ્થાન 188એ શાંતિનિકેતન પર મીડિયા સીબીઆઇ અધિકારીઓ રાહ જોઇ રહ્યા હતા અને મમતા બેનર્જી પહોંચી ગઇ. મુખ્યમંત્રીનું નિવાસસ્થાન અહીંથી થોડું જ દૂર છે. મમતા ત્યાં પાંચ મિનિટ રોકાઈ અને અભિષેક બેનર્જીની પુત્રી સાથે નીકળી. હવે સીબીઆઈની ટીમ ત્યાં પહોંચશે અને રુજિરાની પૂછપરછ કરશે.


તમને જણાવી દઈએ કે, સીબીઆઈએ આ કેસમાં રૂજિરાની બહેન મોનિકા પર ગંભીર પણ આરોપ લગાવ્યો છે. સોમવારે મોનિકાની પૂછપરછ કરવામાં આવી હતી.

સીબીઆઈએ રવિવારે કોલસા ચોરીના કેસમાં ભત્રીજા અભિષેક બેનર્જીની પત્નીને નોટિસ ફટકાર્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નિશાન સાધ્યું હતુ. તેણે કહ્યું કે જ્યાં સુધી તેની અંદર જીવ છે, ત્યાં સુધી તે કોઈ પણ પ્રકારના ખતરાથી ડરતી નથી. મમતા બેનર્જીએ કહ્યું કે, “અમને જેલથી ડરાવવાનો પ્રયાસ ન કરો, અમે બંદૂકોનો સામનો કર્યો છે અને અમે ઉંદર સામે લડવાથી નથી ડરતા.” મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, વર્ષ 2021 માં એક જ રમત થશે અને તે મેચમાં હું ગોલકીપર બનીશ અને તે જોવા માંગુ છું કે કોણ જીતે છે અને કોણ હારે છે.

નોટિસ મળ્યા પછી સાંસદ અભિષેક બેનર્જીએ ટ્વિટ કર્યું હતું કે, અમને કાયદા ઉપર પૂરો વિશ્વાસ છે. જો કે જો તેઓને લાગે કે આવી યુક્તિઓથી અમને ડરાવી શકાય છે, તો એકદમ ખોટું છે. અમે એવા નથી કે દબાણ કરવાથી અમે ડરી શઇશું. ”બેનર્જીએ સીબીઆઈની નોટિસની તસવીર પણ પોતાના ટ્વિટ સાથે શેર કરી.