- દેશ એક્ટિવ કેસ પહોંચ્યા તળિયે
- એક્ટિવ કેસ હવે દોઢ લાખની નીચે
- આઠ માસની નીચલી સપાટીએ કેસ
- જૂન-2020માં હતાં છેલ્લે દોઢ લાખ કેસ
- એક્ટિવ કેસ હાલમાં 1.48 લાખના સ્તરે
- 24 કલાકમાં નવા કેસ 12 હજાર મળ્યાં
- 24 કલાકમાં રિકવરી 16 હજાર નજીક
કોરોના વાયરસનાં મોરચે રાહતનાં સમાચાર સામે આવ્યા છે. દેશમાં કોરોનાનાં કેસ ઝડપથી ઘટી રહ્યા છે. વર્ષ 2020 માં સમગ્ર વિશ્વને પૂરી રીતે હચમચાવી દેનાર કોરોના વાયરસ હવે ભારતમાં કંટ્રોલમાં દેખાઇ રહ્યો છે. દેશમાં કોરોનાનાં એક્ટિવ કેસ તળિયે પહોંચી ગયા છે.
આજે પણ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે જો ભારતની વાત કરવામાં આવે તો અહી કોરોનાનાંં એક્ટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે દેશમાં એક્ટિવ કેસની વાત કરીએ તો તે હવે દોઢ લાખની નીચે પહોંચી ગયા છે. આપને જણાવી દઇએ કે, આજે આઠ માસની નીચલી સપાટીએ આ કેસ પહોંચી ગયા છે. છેલ્લે જૂન-2020 માં દોઢ લાખ કેસ નોંધાયા હતા. જણાવી દઇએ કે, હાલમાં દેશમાં કોરોનાનાં એક્ટિવ કેસ 1.48 લાખનાં સ્તરે છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા કેસ 12,400 હજાર સામે આવ્યા છે. જ્યારે આ સમયગાાળામાં 15,900 કેસ રિકવર થયા છે.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, કોવિડ-19 ને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. દેશમાં પણ કોરોના વાયરસની ગતિ ઓછી થઈ રહી છે. બીજી તરફ, રસીકરણ અભિયાન પણ સઘન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 45 લાખથી વધુ લોકોને કોરોના રસી આપવામાં આવી છે. પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતુ કે, દેશમાં 47 જિલ્લાઓ એવા છે કે જ્યાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી કોઈ કોરોનાનાં કેસ જોવા મળ્યા નથી. જ્યારે એવા 251 જિલ્લાઓ છે જ્યાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી કોરોનાને કારણે કોઈ દર્દીનું મોત નીપજ્યું નથી. આ સિવાય ભારતે 18 દિવસમાં 4 મિલિયન લોકોને રસી આપી છે, જે સૌથી ઝડપી રસીકરણ અભિયાન છે.
America / અમેરિકામાં યમરાજની મેરેથોન ઇનિંગ, 24 કલાકમાં 4૦૦૦ ના મોત,
World / મ્યાનમારમાં લશ્કરી શાસન બાદ મોટું પગલું, આ સોશિયલ પ્લેટફોર્મ પર પ્રતિબંધ
Covid-19 / ચીન બેદાગ અથવા પુરાવાનો કર્યો નાશ.? લેબ અને સીફૂડ માર્કેટ જોયા પછી WHO ટીમના વૈજ્ઞાનિકોની પ્રતિક્રિયા કેવી હતી..?
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
