Not Set/ હસીના પારકર મુવીનુ દુબઈમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ

પારકર અને કાસકર પરિવારો માટે દુબઈના મલ્ટિપ્લેક્સમાં હસીના પારકરનુ સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં અાવ્યું હતું. હસીના પારકરના ભાઈ ઇકબાલ કાસકર સાથે ખંડણીના કેસની તપાસ કરનાર એક અધિકારીઅે જણાવ્યું કે થાણે પોલીસે મેળવેલી માહિતી પ્રમાણે અા ફિલ્મ રિલીઝ કરવામાં અાવી. જો કે હસીના પારકરના દીકરા અલી શાહે સ્ક્રીનિંગનુ દુબઈના મોલ રીલ સિનેમામાં  અાયોજન કર્યું હતું. જો કે […]

Entertainment

પારકર અને કાસકર પરિવારો માટે દુબઈના મલ્ટિપ્લેક્સમાં હસીના પારકરનુ સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં અાવ્યું હતું. હસીના પારકરના ભાઈ ઇકબાલ કાસકર સાથે ખંડણીના કેસની તપાસ કરનાર એક અધિકારીઅે જણાવ્યું કે થાણે પોલીસે મેળવેલી માહિતી પ્રમાણે અા ફિલ્મ રિલીઝ કરવામાં અાવી. જો કે હસીના પારકરના દીકરા અલી શાહે સ્ક્રીનિંગનુ દુબઈના મોલ રીલ સિનેમામાં  અાયોજન કર્યું હતું.

જો કે શ્રદ્ધા કપૂરની મુખ્ય ભૂમિકાવાળી હસીના પારકર સમીક્ષકોને અને દર્શકોને ખાસ પ્રભાવિત કરી શકી નથી પરંતુ અા ફિલ્મ જેના જીવન પરથી બનાવવામાં અાવી છે તે અોરિજિનલ હસીના પારકર ઉર્ફે અાપાની પારકર ફેમિલી અને દાઉદની કાસકર ફેમિલીના લગભગ બધા જ સભ્યોઅે સોશિયલ મીડિયા પર અા ફિલ્મનાં ખૂબ જ વખાણ કર્યાં છે.

ઇન્વેસ્ટિગેટિવ એજન્સીની નજરથી બચવા માટે પારકર પરિવારે એવુ તે થિયેટર પસંદ કર્યું જયાં થિયેટરમાં હસીના પારકર ચાલતી નહોતી  થાણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઅોઅે જણાવ્યું કે દાઉદ ઇબ્રાહીમની બહેન હસીના પારકરના દીકરા અલી શાહે તેના પરિવાર અને મિત્રો માટે સ્પેશિયલ શોનું અાયોજન કર્યું હતું. તેમાં ઇકબાલ કાસકર અને ભારતના ભાગેડુ ગુનેગાર દાઉદ ઇબ્રાહીમના પરિવારનો પણ સમાવેશ થયો હતો.જો કે સ્ક્રીનિંગ દરમિયાન શ્રદ્ધા કપૂરે હસીના અાપાની ભૂમિકા જે રીતે ભજવી હતી તે જોઈને અને અે તમામે શ્રદ્ધા કપૂરની ભરપૂર પ્રશંસા કરી હતી. જો કે વુમન ડોનના જીવન પર અાધારિત ફિલ્મમાં શ્રદ્ધા કપૂરના પર્ફોર્મન્સની ભરપૂર ટીકાઅો પણ થઈ રહી છે.