ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન ઈન્ડિયા પર ચાલી રહેલા Fab Phone Festમાં ઘણા સ્માર્ટફોનને ઓછા ભાવે ખરીદવાની મોટી તક મળી રહી છે. આ સેલમાં મોંઘા સ્માર્ટફોનને ડિસ્કાઉન્ટ ઓફર સાથે ઓછી કિંમતે ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે, તમે આ ઓફર્સમાં ઓછા બજેટ રેન્જ સ્માર્ટફોનને ખૂબ જ સસ્તા ભાવે ખરીદી શકે છે. સેમસંગ ગેલેક્સી એમ02 પર આકર્ષક ઓફર આપવામાં આવી રહી છે.

એમેઝોન ફેબ ફોન ફેસ્ટમાં Samsung Galaxy M02 પર મળતી ઓફર્સ વિશે વાત કરીએ તો આ સ્માર્ટફોન પર 10 ટકાનું ઇન્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેનો લાભ લઈને યૂઝર્સ આ સ્માર્ટફોનને 6,999 રૂપિયાની જગ્યાએ માત્ર 5,999 રૂપિયામાં ખરીદી શકે છે. આ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ફક્ત કોટક મહિન્દ્રાના ક્રેડિટ કાર્ડ પરના ઇએમઆઈ ટ્રાન્ઝેક્શન પર મળશે. આ સિવાય યૂઝર્સ નો કોસ્ટ ઇએમઆઈ અને એક્સચેન્જ ઓફર પર સેમસંગ ગેલેક્સી એમ02 ખરીદી શકે છે.
સેમસંગ ગેલેક્સી એમ02ની સુવિધાઓ
સેમસંગ ગેલેક્સી એમ02 કંપનીનો લો બજેટ રેન્જ સ્માર્ટફોન છે પરંતુ તેમાં ઘણી વિશેષ સુવિધાઓ છે. આ સ્માર્ટફોનમાં પાવર બેકઅપ માટે 5,000 એમએએચની શક્તિશાળી બેટરી છે જે એકવાર ચાર્જ કરવાથી લાંબા સમય સુધી ચાલે છે. આ સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવે છે.

સેમસંગ ગેલેક્સી એમ02માં માઇક્રોએસડી કાર્ડ સ્લોટ પણ છે. ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રીયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનું પ્રાઇમરી સેન્સર 13 એમપી છે. વીડિયો કોલિંગ અને સેલ્ફીની સુવિધા માટે ફોનમાં 5 એમપીનો ફ્રન્ટ કેમેરો છે.
