Xiaomi એ પોતાની પ્રોડક્ટ લોન્ચ કરી છે. આ ચીની કંપની શાઓમીએ તહેવારની સિઝન પહેલાં, ગ્રાહકોને આકર્ષવા માટે 4 પ્રોડક્ટ્સ લોન્ચ કરી રહી છે. શાઓમીએ હવે વોટર પ્યુરિફાયર્સનાં બજારમાં પ્રવેશ કર્યો છે. આજે કંપનીએ Mi સ્માર્ટ વોટર પ્યુરિફાયર લોન્ચ કર્યું છે. આ સાથે કંપનીએ Mi સ્માર્ટ ટીવી પણ લોન્ચ કર્યુ છે.
આ સાથે, Mi સ્માર્ટ બેન્ડ 4 અને Mi સ્માર્ટ ટીવી પણ લોન્ચ કરવામાં આવેલ છે. આ પ્રોડક્ટ્સની કિંમત ખૂબ ઓછી રાખવામાં આવી છે જેથી તહેવારની સિઝનમાં મહત્તમ વેચાણ થઇ શકે. શાઓમીનાં 4K ટીવીની કિંમત પણ ઘણી ઓછી રાખવામાં આવી હતી. આ સિવાય બજારમાં ઉપલબ્ધ મોટાભાગનાં વોટર પ્યુરિફાયર્સ કરતા પણ સસ્તી કિંમતમાં વોટર પ્યુરિફાયર્સ લોન્ચ કર્યુ છે. ચાલુ મહિનાથી કંપની આ પ્રોડક્ટ્સનાં વેચાણની શરૂઆત કરી રહી છે.
Mi Smart TV

શાઓમીએ આજે 4 સ્માર્ટ ટીવી પણ લોંચ કર્યા છે. તેમાં 4K ટીવી પણ છે. Mi TV 4A 40 ઇંચનું ફુલ એચડી ડિસ્પ્લે ટીવી છે. તેમાં 20 વોટનાં સ્પીકર છે. તેની કિંમત 17,999 રૂપિયા છે. Mi TV 4X જે 43 ઇંચની ફૂલ એચડી ટીવી છે. તેની કિંમત 24,999 રૂપિયા છે. વળી સમાન 50 ઇંચનાં Mi TV 4X ની કિંમત 29,999 રૂપિયા રાખવામાં આવેલ છે. 65 ઇંચનાં Mi TV 4X ની કિંમત 54,999 રૂપિયા છે. સાથે 65 ઇંચનાં Mi TV 4X માં 4K HDR ડિસ્પ્લે છે. તેમાં બ્લૂટૂથ 5.0 પણ છે. ટીવીનું વેચાણ 29 સપ્ટેમ્બરની મધ્યરાત્રિથી શરૂ થશે.
Mi Smart Water Purifier

શાઓમીએ Mi સ્માર્ટ વોટર પ્યુરિફાયર લોન્ચ કર્યું છે. આ આરઓ+યુવી વોટર પ્યુરીફાયર છે. તેમાં 5 તબક્કાની અદ્યતન પેન્ટા શુદ્ધિકરણ પ્રક્રિયા છે. તેનુ સ્માર્ટ એપ સાથે જોડાણ છે. DIY ટેકનોલોજી પણ તેમા છે. જેમા તમે જાતે ફિલ્ટર બદલી શકો છો, તેની કિંમત 11,999 રૂપિયા છે. Mi સ્માર્ટ વોટર પ્યુરિફાયરનું વેચાણ 29 સપ્ટેમ્બર, 2019 નાં રોજ બપોરે 12 વાગ્યે mi.com, mi Home અને Flipkart.com પર થશે.
આ સિવાય, Xiaomi એ મોશન એક્ટિવેટેડ નાઇટ લેમ્પ પણ લોન્ચ કર્યો છે. જેની કિંમત 500 રૂપિયા રાખવામાં આવી છે. તેનું વેચાણ 18 સપ્ટેમ્બરથી mi.com પર શરૂ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
